કચ્છના દોઢ કરોડના પિસ્તાકાંડમાં સગીર ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
ગાોંધીધામ તા.15
ગાંધીધામ ચકચારી પિસ્તા પ્રકરણમાં પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના કબ્જામાંથી રૂ. 1,33,56,550ની કિંમતના પિસ્તાની 463 નંગ બોરી કબ્જે કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પૂર્વ કચ્છમાંથી થયેલી પિસ્તાની ચકચારી લૂંટના બનાવમાં રેન્જ આઈજીપી. જે.આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના સીધા સુપરવિઝન તળે એલસીબી એસઓજી અને અંજાર પોલીસની જુદી-જુદી ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. જેમા હકિકતને આધારે ખેડોઈ ગામમાં ઈસમો સંડોવાયેલા હોવાની બાતમી મળતા કાયદાના સંઘર્ષમાં આવેલ એખ કિશોરની પુછપરછ કરવામાં આવી હતી. કિશોરની કરાયેલી પુછપરછમાં તેની સાથે અન્ય નવ આરોપીઓ સંડોવાયેલા હોવાની હકિકત જાણવા મળી હતી. તેમજ કાયદાના સંઘર્ષ આવેલા કિશોર પણ ગુનાની કબુલાત આપી હતી. પુછતાછમાં કિશોરે જણાવ્યું હતું. કે લૂંટ કરાયેલ પિસ્તાનો મુદ્દામાલ આરોપી રીકીરાજસિંહ સોઢા અમદાવાદ બાજુ લઈ ગયો હતો. ત્યારે આરોપી રીકીરાજને ટેકનીકલ સર્વેલન્સથી ટ્રેક કરતા તે પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આરોપીના કબજામાંથી પોલીસે 1.33 કરોડની કિંમતની 463 નંગ પિસ્તાની બોરીઓ કબ્જે કરી હતી. મુંદરાના ગુંદાલા પોડ પર શીવ ટાઉનશીપમાં મકાન નં.67માં રહેતા રીકીરાજસિંહ લગ્ધીરસિંહ સિંધલ (સોઢા ઉ.વ. 30) ની પોલીસે વિધિવત ધરપકડ કરી હતી. તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરીમાં અંજાર પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ જે.કે વહુનીયા એલસીબી પી.આઈ. એમ.એસ. રાણા તેમજ એલસીબી એસઓજી અને અંજાર પોલીસની ટીમો જોડાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ