કલેકટર, કોર્પોરેટર, ધારાશાસ્ત્રી સહિત 141ને કોરોના, 39 મોત

જિલ્લા બેન્કના 11 કર્મચારી અને રેલવે સ્ટેશને આવેલ એક મુસાફર પણ કોરોનાની ચપેટમાં

સ્ટેશનરીની દુકાનો અર્ધો દી ખુલ્લી રહેશે
રાજકોટ શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા એક પછી એક વેપારી એસોસિયેશન પોતાની અનુકૂળતા પ્રમાણે અમુક સમય પૂરતું લોકડાઉન જાહેર કરી રહ્યા છે સોની બજાર, દાણાપીઠ, કાપડ માર્કેટ બાદ રાજકોટના સ્ટેશનરી વેપારી એસોસિયેશન દ્વારા આવતીકાલથી સવારના 8થી સાંજના 4 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે
બાંધકામ સાઈટ ઉપર ચકાસણી કરતા 5 મજૂરો કોરોના પોઝિટિવ નીકળ્યા
રાજકોટ શહેરમાં મનપા દ્વારા ઠેર ઠેર કોરોના ચેકીંગની પ્રક્રિયા વેગવંતી કરવામાં આવી છે ત્યારે શેઠ બિલ્ડર્સની અમીન માર્ગ અને કાલાવડ રોડ સહિતની સાઈટ ઉપર કામ કરતા 120 મજૂરોની ચકાસણી કરતા 5 મજૂરોને કોરોના પોઝિટિવ આવ્યો છે હવેથી વિવિધ સાઈટ ઉપર આ કામગીરી ચાલુ રહેશે જેમાં બિલ્ડર્સ-કોન્ટ્રાકટરને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ તા.15
રાજકોટ શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે બેકાબુ બનેલા કોરોનાને અટકાવવો તંત્ર માટે ખુબ અઘરું સાબીત થઇ રહ્યું છે ત્યારે રાજકોટ શહેરમાં આજે રેકોર્ડબ્રેક કોરોનાથી વધુ 39 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે મૃતકોમાં શહેરના 31, ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 5 દર્દીઓનો સમાવેશ થાય છે જ્યારે પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, મશહૂર ધારાશાસ્ત્રી અનિલ દેસાઈ, કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન સોરાણી, જિલ્લા બેન્કના 11 કર્મચારી અને રેલવે સ્ટેશને આવેલ એક મહિલા મુસાફર સહીત શહેરમાં કુલ 94 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે જિલ્લામાં વધુ 47 કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરમાં કોરોના બેકાબુ બની ગયો છે વિકટ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા રાજકોટ આવેલા અગર આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ પણ 11 દિવસ રોકાણ કરીને પરત ગાંધીનગર જતા રહ્યા છે તેમ છતાં કોરોના કંટ્રોલમાં આવવાને બદલે નિયંત્રણ બહાર થઇ ગયો છે રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં 24 કલાકમાં વધુ 39 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થતા હાહાકાર મચી જવા પામ્યો છે મૃતકોમાં રાજકોટ શહેરના 31 દર્દી, ગ્રામ્યના 3 અને અન્ય જિલ્લાના 5 દર્દીઓનો સમાવેશ થાય છે રાજકોટ શહેરમાં બપોરે 47 અને સાંજે વધુ 47 સહીત એક દિવસમાં 94 પોઝિટિવ કેસ નોંધાયા છે કુલ 94 કેસોમાં અનેક મહાનુભાવો પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે રાજકોટ શહેરમાં વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન, રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી અનિલ દેસાઈ, કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને જિલ્લા બેન્કના 11 કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા તમામ હોમ ક્વોરોન્ટાઇન થયા છે અને સારવાર લઇ રહ્યા છે જયારે રેલવે સ્ટેશને આવેલ 67 મુસાફરો પૈકી એક મહિલા મુસાફરને પણ કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે આ ઉપરાંત જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયા છે રાજકોટ શહેરમાં વધુ 94 કેસ સાથે કુલ કેસોની સંખ્યા વધીને 4632 સુધી પહોંચી ગઈ છે આજે 268 લોકો સાજા થઇ જતા રજા આપવામાં આવી છે તેમજ હાલ 1332 લોકો સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

રિલેટેડ ન્યૂઝ