રાજકોટ કલેકટર રેમ્યા મોહનનો રિપોર્ટ પોઝીટીવ

ઘરે રહીને કાર્ય ચાલુ રાખશે

રાજકોટ તા.15
રાજકોટમાં કોરોનાએ માથુ ઉચક્યું ત્યારથી સતત પ્રજાના હિતમાં કોરોનાને કાબૂમાં લેવા યોધ્ધાની માફક રાજકોટ જિલ્લા કલેકટર શ્રીમતિ રેમ્યા મોહન કોરોનાના લક્ષણ જણાતા જેથી સોમવારથી તેઓ હોમ કોરન્ટાઈન થઈ ગયા હતા. દરમિયાન હોમ કોરોન્ટાઈન થયેલા ખુદ કલેકટરનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતા કર્મચારીગણમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. હાલમાં કલેકટર તેમના નિવાસ સ્થાનેથી જ ડ્યુટીની કામગીરી કરી રહ્યાં છે.
રાજકોટમાં કોરોનાનો કાળો ઓછાયો પડ્યો ત્યારથી જ રાઉન્ડ-ધ-ક્લોક કોરોનાને ડામી દેવા માટે આકરા પગલા લેવા માટે સતત કાર્યરત રહેલા જિલ્લા કલેકટર રેમ્યા મોહન છેલ્લા બે દિવસથી સ્વસ્થતા અનુભવતા ન હતા. જેના પગલે સોમવારથી જ કલેકટર રેમ્યા મોહને કોરોનાની અસરનું અનુમાન કરી હોમ કોરોન્ટાઈન થઈ ગયા હતા. દરમિયાન કલેકટરનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેથી કર્મચારીગણમાં ચિંતાનું મોજુ વ્યાપી ગયું છે.
દરમિયાન જીલ્લા કલેકટર પોતાના નિવાસ સ્થાનેથી જ ઓફિસની રૂટીન કામગીરી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે અને જ્યાં સુધી સ્વાસ્થ સુધરશે ત્યાર બાદ તેઓ પહેલાની માફક ઓફિસ આવી કામગીરીનો દોર સંભાળશે. હાલમાં તો કલેકટરને કોરોના પોઝીટીવ હોવાથી તેમની સારવાર માટે આરોગ્ય તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે.

રિલેટેડ ન્યૂઝ