રાજકોટમાં મેઘરાજાની ફિફટીને હવે બે ઇંચનું છેટુ

સોમવારે મેઘ વિરામ, હજુ ત્રણ દિવસ વરસાદનું જોર રહેવાની આગાહી

ક્યા ઝોનમાં કેટલો વરસાદ
ઝોન – શનિવાર રાતથી રવિવાર મોડી રાત – મોસમનો કુલ વરસાદ
સેન્ટ્રલ ઝોન – 31 મી.મી.(1.24 ઇંચ) – 1191 મી.મી.(47.64 ઇંચ)
ઇસ્ટ ઝોન – 46 મી.મી.(1.84 ઇંચ) – 1094 મી.મી.(43.76 ઇંચ)
ન્યૂ રાજકોટ – 15 મી.મી.(અડધો ઇંચ) – 1162 મી.મી.(46.48 ઇંચ)

રાજકોટ, 21
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મેઘરાજા પુછડિયુ બેટિંગ કરી રહ્યા છે. શહેરમાં શનિવારે રાત્રે અને રવિવારે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી ગયો હતો. ગઇકાલે રવિવારે રાત્રે દોઢ ઇંચ પાણી પડી ગયુ હતુ. આ સાથે મોસમનો કુલ વરસાદ 48 ઇંચ થઇ ગયો છે.
મેઘરાજાએ આ વખતે રાજકોટને ધરવી દીધુ છે. સચરાચેર મહેર કરી છે. હજુ પણ એક મહિના સુધી ચોમાસુ સક્રિય રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે. જો કે વચ્ચે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. પરંતુ શનિવારથી ફરી સાંજ ઢળે એટલે પડાવ નાખી દે છે. શનિવારે જે રીતે દિવસ આખ અસહ્ય ઉકળાટ રહ્યા બાદ રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો એ જ રીતે ગઇકાલે રવિવારે પણ રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે રાત્રે 9 વાગ્યે વરસાદ ચાલુ થયો હતો. એકાદ કલાકમાં જ સવા ઇંચ પાણી પડી ગયુ હતુ.
માર્ગો પર નદીના વહેણની જેમ પાણી દોડવા લાગ્યા હતા. ગઇકાલે પડેલા સવા ઇંચ સાથે શહેરનો મોસમનો કુલ વરસાદ 48 ઇંચ થઇ ગયો છે. મેઘરાજા ફીફીટી ફટકારવાના મુડમાં હોય તેમ હજુ પણ રાજકોટમાં પડાવ રાખ્યો છે. આવતા ચાર દિવસ સુધી હજુ પણ હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી છે.

103 વર્ષનો વરસાદી ઇતિહાસ

વર્ષ – ઇંચ
1917 – 27
1918 – 19
1920 – 33
1921 – 20
1922 – 25
1923 – 19
1924 – 11
1925 – 26
1926 – 35
1927 – 34
1928 – 26
1929 – 21
1930 – 24
1931 – 18
1932 – 16
1933 – 30
1934 – 18
1935 – 14
1936 -17
1937 – 26
1938 -21
1939 – 6
1940 – 16
1941 – 21
1942 – 19
1943 – 35
1945 – 40
1946 – 23
1947 – 18
1948 -10
1949 – 27.60
1950 – 36
1951 – 18.20
1952 – 19.88
1953 – 44.64
1954 – 16.04
1955 – 17.72
1956 – 37.08
1957 – 22.60
1958 – 29.20
1959 – 44.08
1960 – 18.52
1961 – 26.12
1962 – 17.08
1963 – 17.92
1964 – 28.36
1965 – 16.00
1966 – 11.00
1967 – 18.00
1968 – 17.00
1969 – 09.00
1970 – 34.00
1971 – 17.00
1972 – 13.00
1973 – 07.00
1974 – 08.00
1975 – 34.00
1976 – 28.00
1977 – 23.00
1978 – 23.00
1979 – 53.00
1980 – 23.50
1981 – 26.00
1982 – 24.80
1983 – 24.00
1984 – 22.00
1985 – 11.00
1986 – 08.00
1987 – 07.43
1988 – 40.40
1989 – 17.20
1990 – 18.40
1991 – 13.00
1992 – 25.11
1993 – 14.10
1995 – 11.10
1996 – 24.15
1997 – 26.20
1998 – 24.90
1999 – 09.72
2000 – 12.19
2001 – 15.14
2002 – 13.00
2003 – 33.96
2004 – 25.44
2005 – 40.54
2006 – 42.40
2007 – 52.68
2008 – 24.50
2009 – 22.92
2010 – 55.50
2011 – 39.09
2012 – 19.09
2013 – 47.40
2014 – 15.10
2015 – 31. 33
2016 – 22. 36
2017 – 53.80
2018 – 23.48
2019 – 60 ઇંચ
2020 – 48 ઇંચ
(અત્યાર સુધીનો)

રિલેટેડ ન્યૂઝ