રાજકોટમાં કોરોનાના બ્રાન્ડ એમ્બેસેડર લોકગાયક કિર્તીદાન ગઢવીને માસ્ક ભંગ બદલ દંડ ફટકારતી પોલીસ

રેસકોર્સ રિંગ રોડ ઉપર માસ્ક વિના બેઠા હોવાથી મહિલા પોલીસે કરેલી કામગીરી
રાજકોટ તા.21
રાજકોટ શહેરમાં કોરોનાકાળ વચ્ચે લોકડાઉન દરમિયાન બ્રાન્ડ એમ્બેસેડરોની નિમણુંક પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં લોકગાયક કિર્તીદાન ગઢવીની પણ નિમણુંક કરાઈ હતી તેઓ આજે સાંજે રેસકોર્સ રિંગ રોડ ઉપર માસ્ક વિના બેઠા હોવાથી મહિલા પોલીસની ટીમે તેઓને માસ્ક ભંગ સબબ 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
રાજકોટ શહેરમાં કોરોનાની ચેઇન તોડવા માટે પોલીસ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણ અટકાવવા જયારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે શહેર પોલીસ દ્વારા કોરોના સંક્ર્મણ અટકાવવા અને લોકોને ઘરે જ રહેવાની અપીલ કરાવવા માટે જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજકોટના સુવિખ્યાત લોકગાયક અને દેશ વિદેશમાં ગરબાની રમઝટ બોલાવનાર કિર્તીદાનભાઈ ગઢવીની પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણુંક કરવામાં આવી હતી તેઓ આજે સાંજે રેસકોર્સ રિંગ રોડ ઉપર માસ્ક વિના બેઠા હોવાથી પેટ્રોલીંગમાં રહેલા મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેઓને માસ્ક ભંગ બાદલ 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો પોતે કોરોના વોરિયર્સ હોવા છતાં પોતે જ માસ્કના જાહેરનામાનો ભંગ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ