જામનગરમાં ફરી કોરોના રૂપી કાળ ત્રાટક્યો; 24 કલાક દરમિયાન વધુ 23 દર્દીના મોત

24 કલાકમાં વધુ 123 લોકો કોરોના સંક્રમિત થયા તો 133 દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ

કોવિડ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપ્રિ. ડો.તિવારીનો રિપોર્ટ પણ પોઝિટીવ
જામનગરની જી જી હોસ્પિટલ માં કોવિડ -19 બિલ્ડિંગના મુખ્ય ઇન્ચાર્જ અને જી.જી.હોસ્પિટલ ના ઇન્ચાર્જ તબીબી અધિક્ષક દિપક તિવારી કે જેઓ આજે કોરોના સંક્રમિત બન્યા છે. તેઓનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાથી હોમ આઇસોલેટ કરી દેવાયા છે. જેઓનો પોઝિટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ થઈ છે.
હાલ જામનગરની જી.જી હોસ્પિટલ ના કોરોના વોરિયર એવા 45 થી વધુ તબીબો કોરોના સંક્રમિત બની ગયા છે. જે પૈકી મોટાભાગના તબીબો સાજા થઇ ગયા છે, અને ફરજ ઉપર ચડી ગયા છે. તે જ રીતે જી.જી.હોસ્પિટલ ના 81 જેટલા પેરામેડિકલ સ્ટાફ કોરોના ગ્રસ્ત બની ગયા છે. જે પૈકીના ચાર કર્મચારીઓ હાલ જી જી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જયારે 40 કર્મચારીઓ હોમ આઈશોલેશન માં છે. કોરોના વોરિયર એવા બે મહિલા કર્મચારીઓ ના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. કોરોનાની મહામારી માં દર્દીઓની સારવાર કરનારા તબીબો તેમજ અન્ય સ્ટાફ પણ સંક્રમિત બની જતા હોવાથી હોસ્પિટલ તંત્રમાં ભારે ભય નો માહોલ છે.

જામનગરમાં ફરી કોરોના રૂપી કાળ ત્રાટક્યો; 24 કલાક દરમિયાન વધુ 23 દર્દીના મોત
24 કલાકમાં વધુ 123 લોકો કોરોના સંક્રમિત થયા તો 133 દર્દીઓ સાજા થતા તેમને રજા અપાઈ
(પ્રતિનિધિ દ્વારા) જામનગર તા.21
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નો યમરાજ નું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દરમ્યાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓ ના મૃત્યુ નો વિસ્ફોટ થયો છે અને એક જ દિવસમાં 23 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે હજુ 10 દર્દીઓ વેન્ટિલેટર ના સહારે જીવન-મરણના જોલા ખાઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં વધુ 123 દર્દીઓ કોરોના સંક્રમિત બન્યા છે. જોકે જી.જી.હોસ્પિટલમાંથી 133 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ જામનગર જિલ્લામાં 268 એક્ટિવ કેસ છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના એ માજા મૂકી છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગઈ કાલ સાંજ થી આજે સાંજ સુધીમાં એકી સાથે વધુ 23 દર્દીઓના મૃત્યુ નિપજતાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લા માં આજે સોમવારે 123 દર્દીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. સાથોસાથ 133 દર્દીઓને જીજી હોસ્પિટલમાંથી રજા આપવામા આવી છે.
જામનગર શહેરમાં સોમવારે 100 પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 4,283 નો થયો છે. તે જ રીતે જામનગર ગ્રામ્ય મા વધુ 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેથી જામનગર ગ્રામ્ય નો કોરોનાનો આંકડો 786 નો થયો છે. સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 5,065 નો થયો છે.
આજની તારીખે જામનગર શહેરમાં 187 પોઝિટિવના એક્ટિવ કેસ છે, જ્યારે જામનગર ગ્રામ્યના 81 મળી કુલ 268 એક્ટિવ છે, અને સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જામનગર જિલ્લા ના અત્યાર સુધીમાં ફુલ 1,40,867 લોકો ના કોરોના ટેસ્ટ ની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જામનગર શહેરના 68,668 લોકોનું પરીક્ષણ કરાયું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 72,149 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ડિસ્ચાર્જ થનારા દર્દીઓ નો પણ રિકવરી રેટ પણ ઊંચો જળવાઈ રહ્યો છે. છેલ્લા 20 દિવસથી ડીસચાર્જ થનારા દર્દીઓની પણ સદી નોંધાઇ રહી છે. આજે સોમવારે વધુ 133 દર્દીઓને જીજી હોસ્પિટલમાંથી રજા અપાઇ છે જેમાં જામનગર શહેરના 31 અને જામનગર ગ્રામ્યના 12 દર્દીઓને રજા મળી છે.

રિલેટેડ ન્યૂઝ