ગુજરાતમાં ‘લોકડાઉન’ની અફવા તદ્દન ખોટી: નીતિન પટેલ

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર, તા.24
લોકડાઉન અંગે વારંવાર ફેલાતી અફવાઓ અંગે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા આવે તે ખુબ જ જરૂરી હતી. વેપારીઓ પણ નવો માલનો સ્ટોક કરવો ફેક્ટરીથી માંડીને મોટા ઉદ્યોગ ગૃહો ફરી ચાલુ કરવા કે કેમ તે અંગે ભારે અવઢવ અનુભવી રહ્યા હતા. તેવામાં સરકાર દ્વારા હવે સ્પષ્ટતા કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. નીતિન પટેલે જણાવ્યું કે, લોકડાઉન અંગે સરકારની કોઇ જ વિચારણા નથી. હાલમાં કોઇ ખાસ તારીખથી ખાસ તારીખ સુધી લોકડાઉન કરવામાં આવે તેવા જે સમાચારો માધ્યમોમાં વહી રહ્યા છે તે સદંતર પાયા વિહોણા છે. સરકાર લોકડાઉન અંગે નથી વિચારી રહી.
લોકડાઉનમાંથી જનજીવન અને ઉદ્યોગગૃહો ધીરે ધીરે પુર્વવત થઇ રહ્યા છે. તેવામાં લોકડાઉનની કોઇ જ વિચારણા નથી. સરકાર કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે સક્ષમ છે. નાગરિકોને અપીલ છે કે, રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ જ અફવામાં આવવું નહી. રાજ્યમાં કોરોનાની સ્થિતીને કાબુમાં લેવામાં સરકાર સફળ રહી છે. લોકડાઉન કરવાનું નથી માટે માટે જાહેર જીવન વેપાર ધંધા રાબેતા મુજબ જ ચાલવાના છે. માટે નાગરિકો પેનિક બાયીંગ શરૂ ન કરતે. આ પ્રકારની અફવાના કારણે લોકો બિન જરૂરી સામાન ઘરમાં સ્ટોક કરી રહ્યા છે. માટે હું સ્પષ્ટતા કરૂ છું કે લોકડાઉન કરવાની કોઇ પણ પ્રકારની વિચારણા સરકારમાં નથી ચાલી રહી.

રિલેટેડ ન્યૂઝ