ચોટીલામાં પત્નીની છેડતી કરનારા યુવાનને ચાર શખ્સે વેંતરી નાંખ્યો

હુમલામાં મૃતકની માતાને પણ ગંભીર ઈજા, લોહિયાળ ખેલ ખેલી બે શખ્સો પોલીસમાં હાજર

આરોપી અને ભોગ બનનાર બંને સામસામે રહે છે
ચોટીલા ઘાચીવાડ વિસ્તારમાં ઘટનામાં ભોગ બનનાર અને આરોપી એકજ ગલીમાં સામ સામે રહે છે જ્યારે આરોપી ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ છે તો ભોગ બનનારનાં પિતા ટ્રક ડ્રાઇવીંગ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. ઘાચીવાડ વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા સ્થાનિકોમા સ્તબ્ધતા સાથે બનાવ ટોક ઓફ ધ ટાઉન બનેલ હતો. પોલીસ દ્વારા ઇજાપામેલ અને રાજકોટ સારવારમાં રહેલ મૃતક યુવક માતાની હત્યા અંગે ફરીયાદ લેવા તજવીજ હાથ ધરાયેલ છે.

(પ્રતિનિધિ દ્વારા)
ચોટીલા તા.ર5
ચોટીલામાં પત્નિીની છેડતી કરનારા મુસ્લિમ યુવાનને ઘરમાં ઘુસી ચાર શખ્સોએ વેંતરી નાંખ્યો હતો. જ્યારે હુમલામાં યુવાનની માતાને પણ ગંભીર ઈજા થઈ હતી. સવારના સમયે લોહિયાળ ખેલ ખેલાતા ઘાંચીવાડમાં ટોળા એકત્ર થઈ ગયા હતા. બીજીબાજુ હત્યાને અંજામ આપનારા બે શખ્સો પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા.
ઘટનાની જાણવા મળતી વિગત મુજબ ચોટીલા ઘાચીવાડ વિસ્તારમાં રહેતા હનિફભાઇ (કાળુભાઇ) નજુભાઇ કલાડીયા નાં ઘરે તેમના પત્ની ઝૂબીબેન ઉ.વ 55 અને યુવાન પુત્ર ફૈઝલ ઉ. વ 25 સવારે ઘરે હતા તે અરસામાં સાજીદ ઉર્ફે સજુ સુલતાનભાઇ અને શાહરૂખ સુલતાનભાઇ કલાડીયા સહિતનાએ ધારીયુ છરી જેવા તિક્ષ્ણ ઘાતક હથિયારો સાથે હુમલો કરતા માતા પુત્ર ને ગંભીર ઈજાઓ પહોચેલ હતી.
ઝઘડાનો દેકારો થતા આસપાસનાં લોકો આવી ચડતા હુમલાખોરો નાસી છુટયા હતા અને ઈજાગ્રસ્ત ને તાત્કાલિક લોકો હોસ્પિટલ લઈ આવતા ફરજ પરનાં ડોક્ટરે 25 વર્ષનાં યુવાન ફૈઝલ ને મરણ પામેલ જાહેર કરતા ઝગડો હત્યામાં પરિણામ્યો હતો જ્યારે તેની માતા ઝૂબીબેન ની નાજુક હાલત હોવાથી પ્રાથમિક સારવાર ચોટીલા આપી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે
ઘટનાની જાણ થતા હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળાં ઉમટ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ પણ દોડી આવી હત્યા અને હત્યારા અંગે તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો તે સમયમાં જ મુખ્ય બંન્ને આરોપીઓ સાજીદ અને શાહરૂખ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગુનાની કબુલાત કરતા પોલીસને બગાસું ખાતાં પતાસુ આવી પડેલ.
આરોપીના જણાવ્યા અનુસાર મરનાર ફૈઝલે સાજીદની પત્ની ની છેડછાડ કરેલ જે બાબતે સવારે ઝગડો થતા વાત વણસતા બંન્ને ભાઈઓએ તેમની પાસે રહેલ હથિયાર વડે હુમલો કરતા હત્યા નિપજેલ હતી
દોઢેક માસ પહેલા જ તેના લગ્ન થયેલા પરંતુ કહેવાય છે ને કે કાલ ની કોને ખબર છે તે શોહર સાથે જીવનનાં ભવિષ્યનાં પગરવ શરૂ થાય તે પહેલાજ તેની પત્ની સામે અકલ્પનીય વર્તમાન સર્જાતા સમાજમાં સામાન્ય ઘટનાનું વિકરાળ સ્વરૂપ સામે આવેલ હતું.

રિલેટેડ ન્યૂઝ