કુવાડવામાં ત્રીજા માળેથી પટકાયેલા શ્રમિકનું મોત

હવાફેર કરવા ગયોને સર્જાઈ કરૂણાંતિકા; સાથી શ્રમિકોમાં શોક

રાજકોટ તા.25
કુવાડવા જીઆઈડીસીમાં કલરકામ કરતા યુપીના શ્રમિકને ગરમી થતી હોવાથી ત્રીજા માળે હવાફેર કરવા ગયો ત્યારે પવનની ફટકી લાગતા ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોત નીપજ્યું છે યુવકના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે
મૂળ યુપીનો અને હાલ રૈયાધારમાં મોટાભાઈ સાથે રહેતો લક્ષ્મણભાઇ પથરીભાઈ સહાની નામનો 30 વર્ષીય શ્રમિક યુવાનના મામાએ કુવાડવા જીઆઈડીસીમાં કલરકામનો કોન્ટ્રાકટ રાખ્યો હોય ત્યાં 6 દિવસથી મજૂરીકામે જતો હતો ગત રાત્રે સાથી મજૂરોને જમવાનું બનાવો મને બહુ ગરમી થાય છે હું હવાફેર કરતો એવું તેમ કહી સામેની 4 માળની બિલ્ડિંગમાં ત્રીજા માળે હવા ખાવા ગયો ત્યારે બેલેન્સ ગુમાવતા નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી 108ના સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો બનાવની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો તપાસ કરતા મૃતક 5 ભાઈઓમાં નાનો હતો તેના લગ્ન થઇ ગયા છે પરંતુ પત્ની માવતરે છે ગઈકાલે લક્ષ્મણે દારૂ પીધો હોવાથી તેને ગરમી થતી હોય જેથી હવા ખાવા ત્રીજા માળે ગયો હતો અને અકસ્માતે પટકાતા મોત નીપજ્યું હતું

રિલેટેડ ન્યૂઝ