દર્દીઓની કિંમતી ચીજવસ્તુ દાગીના સગાને સોંપતો નર્સિંગ સ્ટાફ

રાજકોટ તા,24
કોરોના બીમારી સબબ પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા દર્દીઓની કિમતી વસ્તુઓ તેમના સગાંને પરત આપી કોરોના વોર્ડના આરોગ્ય કર્મચારીઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડી રહયા છે.
રાજકોટના નાગરિક ધૃવ પટેલના દાદીમાને કોરોના થવાથી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયા હતા. અચાનક આવી પડેલી આ આપત્તિને લીધે ધૃવભાઇનો પરિવાર હતપ્રભ થઇ ગયો હતો અને ઉતાવળમાં દાદીમાનો ડીસ્ચાર્જ લેતી વખતે દાદીમાની અણમોલ નિશાની સમી સોનાની બે તોલાની ચાર બંગડી તેમના કુટુંબીજનો હોસ્પિટલ ખાતે જ ભુલી ગયા હતા. એક લાખ રૂપિયાથી વધુ કિમતની આ જણસ પરત લેવા માટે તેમના સ્વજનોને હોસ્પિટલના નર્સિંગ વિભાગમાંથી બે થી ત્રણ વાર ફોન કરવામાં આવ્યા હતા. આ બાબતે ધૃવ પટેલે હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો ખરા હ્રદયથી આભાર માન્યો હતો, અને કહયું હતું કે, કે અન્ય ખાનગી હોસ્પિટલમાં મારા દાદીમાએ સારવાર લીધી હોત તો અમે મારા દાદીની આટલી મોંઘી બંગડીઓ જિંદગીમાં કદાચ પાછી ન પણ મેળવી શકયા હોત. સિવિલ હોસ્પિટલના સહકારથી જ અમે મારા દાદીમાની મૂલ્યવાન નિશાની પરત મેળવી શકયા છીએ. અમારા કુટુંબ માટે આ બહુ ભાવનાત્મક બાબત છે. જે બદલ અમે સિવિલ હોસ્પિટલના ખૂબ આભારી છીએ. કોરોના મહામારીએ માનવજીવનના ઘણાં પાસાઓને ઉજાગર કર્યા છે. કિંમતી વસ્તુઓ તેમના મુળ માલિક સુધી પહોંચડવાની નર્સિંગ સ્ટાફની દરકાર પણ આનો જ એક હિસ્સો છે.

રિલેટેડ ન્યૂઝ