રાજકોટમાં ધો.9ના વિદ્યાર્થીને સહપાઠી બેલડીએ મારમાર્યો

ચાલુ ટ્યુશન ક્લાસમાં નજીવા પ્રશ્ર્ને બોલાચાલી થતાં બહાર નિકળી આચર્યું કૃત્ય

રાજકોટ તા,25
કોરોનાની મહામારીમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શૈક્ષણિક સંસ્થાઓ સીહતના જાહેર કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. છતા શહેરમાં છાનાખુણે કલાસીસ ધમધમતું હોવાનો છાત્રોના ઝઘડાથી પર્દાફાશ થયો છે. જેમાં લક્ષ્મીવાડીમાં આવેલા ટ્યુશન કલાસીસમાંથી ધો.9નો વિદ્યાર્થી ઘરે પરત ફરતો હતો. ત્યારે સહપાઠી બેલડીએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. તરુણને ઈજા પહોંચતા સારવાર લેવી પડી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર શહેરમાં આવેલા લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતો અને ધો.9માં અભ્યાસ કરતો પ્રિયાન્સ અરવિંદભાઇ ગોહેલ નામનો 14 વર્ષનો વિદ્યાર્થી લક્ષ્મીવાડીમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે દીપ કલાસીસમાં આવતા ધો.12ના છાત્ર ઉમંગે ઢીકાપાટુનો માર માર્યો હતો. પ્રિયાન્સ ગોહેલને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઈજાગ્રસ્ત પ્રિયાન્સના પિતા અરવિંદભાઇ ગોહેલની પુછપરછમાં પ્રિયાન્સ ધો.10માં અભ્યાસ કરે છે. લક્ષ્મીવાડીમાં ઘર નજીક આવેલા દીપ ટ્યુશન કલાસીસમાં જાય છે. દીપ ક્લાસીસમાંથી પ્રિયાન્સ ઘરે પરત ફરતો હતો ત્યારે ઉમંગે પોતાના સ્કુટરમાં પરાણે બેસાડી દઇ માર માર્યો હતો અને ઉમંગે દીપ કલાસીસના ટીચર ચાંદની મેડમના કહેવાની પ્રિયાન્સનું અપહરણ કરી માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગે ભક્તિનગર પોલીસે કોરોના કાળમાં વિદ્યાર્થીઓને એકઠા કરી ભણાવતા કલાસીસના સંચાલકો અને વિદ્યાર્થીને માર મારનાર શખ્સ વિરુધ્ધ કાનુની તપાસનો દોર લંબાવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ