સ્થાનિક ચૂંટણીઓ 3 મહિના મોકૂફ

(પ્રતિનિધિ દ્વારા)
ગાંધીનગર,તા.12
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ત્રણ મહિના માટે મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ મહિના બાદ તમામ પરિસ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે. ચૂંટણીપંચે મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓની મૂદ્દત પૂર્ણ થતાં આ ચૂંટણીઓ નવેમ્બર 2020માં યોજાવાની હતી. ત્યારે હવે કોરોનાના કારણે આ ચૂંટણીઓ મોકુફ રાખવામાં આવી છે. રાજ્યના ચૂંટણી પંચે જાહેરાત કરતા આગામી ત્રણ મહિના સુધી આ ચૂંટણીઓને મુલતવી રાખવામાં આવી છે. હાલ જે રીતની પરિસ્થિતી છે તે જોતા આ ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે.
આગામી સમયમાં પરિસ્થિતીનું મુલ્યાંકન કરીને ફરી ક્યારે ચૂંટણી યોજવી તેની જાહેરાત બાદમાં નિર્ણય કરવામાં આવશે.
આ પહેલા ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે ચૂંટણી પંચને પત્ર લખી ચૂંટણી પાછી ઠેલવા કરી રજુઆત કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોર્પોરેશનના શિક્ષક સંઘે પત્ર લખ્યો હતો. જેમાં કોરોનામાં કામગીરી દરમિયાન અમદાવાદમાં 3 શિક્ષકોનું મૃત્યુ થયું અને 200થી વધુને કોરોના થયો હતો. જેથી જો ચૂંટણી યોજવામાં આવશે તો વધુ શિક્ષકોને કોરોના થવાનો ભય વ્યકત કરાયો હતો. મહત્વનું છેકે કોર્પોરેશનમાં આવતી સ્કૂલના શિક્ષકો કોરોના વખતથી સતત સરવે, હેલ્પ ડેસ્ક અને અનાજ વિતરણ જેવી કામગીરી કરી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ