ધોરાજી – ઉપલેટામાં રેતી ભરેલા આઠ ડમ્પર ઝડપાયા : 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત

ધોરાજી તા. 17

ધોરાજી ઉપલેટા વિસ્તારમાં પ્રાંત અધિકારી જી. વી. મિયાણી અને ડીવાયએસપી સાગર બાગમાર અને ટીમના ના સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન ધોરાજી ઉપલેટા વિસ્તારનાં અલગ અલગ માર્ગ પરથી પસાર થતા ઓવર લોડેડ અને રોયલ્ટી વિનાના રેતી ભરી નીકળેલા આઠ ટ્રક ગત રાત્રી દરમિયાન ઝડપી સિઝ કરી નાખી ઝડપાયેલા ટ્રકોને ધોરાજી અને ઉપલેટા પોલીસ મથકે મોકલ્યા હતા. તેમજ ખાણ ખનીજ વિભાગ ને આ રેડ અંગે સૂચિત કરાયા હતા. આ ઝુંબેશમાં 1,16,33,475 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

રિલેટેડ ન્યૂઝ