ઉમિયાધામ સીદસર મંદિરના દ્વાર ખુલ્યા પ્રથમ નોરતે બે હજાર શ્રધ્ધાળુએ કર્યા દર્શન

મોટી પાનેલી,તા.17

જામજોધપુર તાલુકાના સીદસર મુકામે વેણુ નદીના કાંઠે આવેલ પ્રસિદ્ધ અને ભવ્ય માં ઉમિયા નું ધામ લોકડાઉન બાદ છ માશ પછી મંદિરના દ્વાર ખુલતા ભક્તજનો માં ખુશીનો માહોલ છવાયો છે. પ્રથમ નોરતે લગભગ બે હજાર જેટલાં શ્રદ્ધાળુઓ એ માતાજીના દર્શનનો લાભ લીધો હતો શ્રદ્ધાળુઓ માટે મંદિર સવારથી સાંજ સુધી ખુલ્લું રહેશે જોકે હજુ પણ કોરોના સંક્રમણ ને લીધે મંદિર પ્રસાસન દ્વારા પૂરતી તકેદારીના ભાગ રૂપે ભોજન પ્રસાદ બંધ રાખેલ છે સાથેજ દરેક યાંત્રિકો નું થર્મલગન થી ચેકઅપ તેમજ સેનેટાઇઝ અને માસ્ક પહેર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે મંદિર તો ખુલી ગયું છે.
પરંતુ પાનેલીથી મંદિર તરફ જતા આવેલ એક કિલોમીટર નો ડાઈવર્ઝન કમરના મણકા ખેડવી દયે એટલો ખરાબ છે આ એક કિલોમીટર કાપતા પંદર મિનિટ જેટલો સમય લાગે છે આખો રસ્તો કાચો અને ઠેક ઠેકાણે ઉબડ ખાબડ વાળો હોય શ્રદ્ધાળુઓ માં ભારે નારાજગી જોવા મળેલ તાત્કાલિક આ ડાઈવર્ઝન રીપેર થાય તેવી લોકોની માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ