ઓખા – ગોરખપુર સાપ્તાહીક ટ્રેન શરૂ

તા. 25 ઓકટો. થી 29 નવે. સુધી દોડશે

(પ્રતિનિધી દ્વારા) રાજકોટ તા. 17
પશ્ર્ચિમ રેલ્વે દ્વારા તહેવારોના દિવસોમાં મુસાફરોને સુવિધા મળે તે માટે સાપ્તાહીક ટ્રેન ઓખા – ગોરખપુરની ખાસ હોલી ડે સ્પેશીયલ દોડાવવાનું આયોજન કર્યુ છે.ઓખા – ગોરખપુર ટ્રેન નં. 05046 તારીખ 25 ઓકટો. થી 29 નવે. સુધી દર રવિવારે ઓખાથી 21.00 કલાકે ઉપડશે અને મંગળવારે 19.25 કલાકે ગોરખપુર પહોંચશે.વળતી ગોરખપુર – ઓખા ટે્રેન નં. 05045 તારીખ 22 ઓકટો. થી 26 નવે. દર ગુરૂવારે ગોરખપુરથી 22.35 કલાકે ઉપડી અને શનિવારે 03.55 કલાકે ઓખા પહોંચશે.આ ટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ, વિરમગામ, અમદાવાદ, ગોધરા, રતલામ, ઉજ્જૈન, વગેરે સ્ટેશને થોભશે અને તેમાં સેક્ધડ એસી, થર્ડ એસી, સ્લીપર, અને જનરલ કલાસના કોચ રહેશે. તેમજ રીઝર્વેશન 22 ઓકટો. થી શરૂ થશે.

રિલેટેડ ન્યૂઝ