ગુંદાળા નજીક અકસ્માતમાં મોટીપાનેલીના પિતા-પુત્રનાં મોત

યુવકના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા: બે અર્થી એક સાથે ઉઠતાં ગામમાં અરેરાટી
(પ્રતિનિધી દ્વારા)	મોટી પાનેલી તા.17
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના વિપ્ર પરિવાર ના પિતા પુત્ર નું ગોંડલના ગુંદાળા પાસે કાર અકસ્માત માં ગંભીર મૃત્યુ થતા ગામમાં અરેરાટી છવાઈ ગયેલ છે.
બ્રાહ્મણ પરિવાર ના પિતા રાજુભાઈ કાંતિભાઈ ઠાકર ઉં.વ.58 તેમજ પુત્ર કશ્યપ રાજુભાઈ ઠાકર ઉં.વ.27 પરષોત્તમ માશના છેલ્લા દિવસની પૂજાવિધિ સંપન્ન કરી  શનિવાર વહેલી સવારે ગોંડલ થી ગુંદાળાનં રસ્તે પરત પાનેલી તરફ પોતાની દસ દિવસ પહેલાજ લીધેલી મારુતિ ફન્ટી ગાડી નં.35641 માં આવતા હતા ત્યાંજ ગુંદાળા રોડ ઉપર સામેથી આવતા આઇસર વાહન સામે ભયાનક અકસ્માત સર્જાતા મારુતિ ફન્ટી ગાડીનો એક સાઇડથી બુકળો બોલી ગયો હતો અને ગાડીમાં સવાર બન્ને બ્રાહ્મણ પિતા પુત્ર નું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ.
બંનેની ડેડબોડીને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ બપોરે બે વાગે  વતન પાનેલી પહોંચાડવામાં આવેલ બનાવની જાણ પાનેલી ગામમાં થતાજ ગામમાં અરેરાટી છવાઈ ગયેલ એક વર્ષ પહેલાજ મંગલ ફેરા ફરેલ બ્રાહ્મણ યુવક પરિવારનો આધાર સ્તંભ હતો પિતા પુત્રની એકસાથે આમ વસમી વિદાઈ થી બ્રાહ્મણ પરિવાર ચિચિયારી કરી ઉઠ્યો હતો બન્નેની એકસાથે નીકળેલ અર્થીથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયેલ વાતાવરણ ગમગીન બનેલ.

રિલેટેડ ન્યૂઝ