રાજકોટ – જામનગરમા: કોરોનાએ 16 દર્દીના જીવ લીધા

મૃત્યુઆંક અને પોઝીટીવ કેસમાં ઘટાડો નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા. 18
રસૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. કોરોનાના વળતા પાણી વચ્ચે મૃત્યુઆંક અને પોઝીટીવ કેસોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે રાજકોટ અને જામનગરમાં 24 કલાકમાં 16 દર્દીઓના કોરોનાથી મૃત્યુ નીપજયા છે. આ ઉપરાંત પોઝીટીવ કેસમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે પાંચસો સુધી આંબી ગયેલ પોઝિટિવ કેસનો આંક ઘટીને 315 સુધી પહોચી ગયો છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 કલાકમાં નોંધાયેલા 315 પોઝીટીવ કેસો ઉપર નજર કરીએ તો રાજકોટ શહેર જીલ્લામાં 107, જામનગર જીલ્લામાં 71, અમરેલીમા 19, મોરબીમાં 11, સુરેન્દ્રનગરમાં 21, જુનાગઢમાં 32, ગીર સોમનાથમાં 11, ભાવનગરમાં 18, દેવભૂમિ દ્વારકામાં 7, બોટાદમાં 2, પોરબંદરમાં 1 અને કચ્છમાં 15 કેસ પોઝીટીવ નોંધાયા છે. કોરોના ની પકડ નબળી થતાં આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
મોરબી
મોરબી જીલ્લામાં કોરોનાના વધુ 11 કેસો નોંધાયા છે તો આજે 15 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છેમોરબી જીલ્લાના આજના નવા કેસોમાં મોરબી તાલુકાના 09 કેસોમાં 01 ગ્રામ્ય જયારે 08 શહેરી વિસ્તારમાં, વાંકાનેરનો 01 કેસ શહેરી વિસ્તારમાં અને ટંકારાનો 01 કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ 11 કેસો નોંધાયા છે તો આજે વધુ 15 દર્દીઓ સ્વસ્થ થયા છે નવા 11 કેસો સાથે કુલ કેસનો આંક 2036 થયો છે જેમાં 180 એક્ટીવ કેસ છે જયારે 1740 દર્દીઓ અત્યાર સુધીમાં સ્વસ્થ થયા છે
ભાવનગર
ભાવનગર જિલ્લામા આજરોજ 18 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,599 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 10 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 12 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે 2, સિહોર ખાતે 1, ગારીયાધાર ખાતે 2 તેમજ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે 1 કેસ મળી કુલ 6 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 14 અને તાલુકાઓના 5 એમ કુલ 19 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 4,599 કેસ પૈકી હાલ 119 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,405 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.
દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. જ્યારે છ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોનાના 78 એક્ટિવ કેસ છે.
અમરેલી
અમરેલીમાં કોરોના નો કહેર યથાવત હોય તેમ આજે વધુ 17 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 16 દર્દી કોરોના સામેનો જંગ જીતી જતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમરેલીમાં હાલ 203 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. અમરેલીમાં અત્યાર સુધીમાં 33 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.અમરેલી પંથકમાં કોરોનાનું સંક્રમણ યથાવત રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

રિલેટેડ ન્યૂઝ