ભેસાણ પંથકની 12 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ

ખંભાળીયા ગામના શખ્સ સામે ફરિયાદ
(પ્રતિનિધી દ્વારા)
જુનાગઢ તા. 18
ભેસાણ પંથકની એક 12 વરસની સગીર વયની પારેવડા સમાન ગભરુ દીકરીનો એક 21 વર્ષીય નપાવટ જુવાને દીકરીની સગીર વયનો લાભ લઇ, સગીરાને લલચાવી, ફોસલાવી અને મળવા બોલાવી, તેણીનુ અપહરણ કરી, પોતાના ઘરે લઇ જઇ, સગીરા ઉપર દુષ્કર્મ આચરતા સગીરાના પિતાા દ્વારા ભેસાણા પોલીસમાં ફરિયાદ નોંધાતા, સમગ્ર ભેસાણ ચકચાર જાગી છે.
જુનાગઢ જિલ્લાના ભેસાણ પંથકના એક પરિવારની 12 વરસની પારેવડા સમાન ગભરુ દીકરીને ભેસાણના ખંભાળિયા ગામના પ્રભાત લાલજીભાઇ સરવૈયા (ઉ.વ. આશરે 21) નામના નરાધમ શખ્સએ સગીર વયનો લાભ લઇ, સગીરાને લલચાવી, ફોસલાવી અને મળવા બોલાવી, તેણીનુ અપહરણ કરી, પોતાના ઘરે લઇ જઇ, સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું, બાદમાં પોતાના પર વીતેલ હર્દય દ્રાવક ઘટના સગીરાએ પોતાના પરિવારજનોને જણાવતા, આ નરાધમે કરેલ પાપ લીલાની સજા અપાવવા સગીરાના પિતા સગીરા સાથે ભેસાણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને અને નરાધમ આરોપી પ્રભાત લાલજીભાઇ સરવૈયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. આર. એ. જાડેજા એ ગુનો નોંધાયો હતો, જેની વધુ તપાસ જિલ્લા મહીલા પો.સ્ટે. ના પી.આઇ. વરિયા ચલાવી રહ્યા છે.
દરમિયાન પોલીસમાંથી પ્રાપ્ત વીગતો અનુસાર દુષ્કર્મના આરોપી પ્રભાત લાલજીભાઇ સરવૈયા ને પોલીસે દબોચી લીધો છે, અને તેની કાયદેસરની અટક પૂર્વે કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ