કોરોના કાળમાં ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ફીમાં 15 ટકા રાહત આપી

સ્પોર્ટસ ફી અને કલ્ચરલ એક્ટિવિટી ફીમાં રાહત

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.19
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા વૈશ્વિક મહામારી કોરોનાને કારણે તથા વિદ્યાર્થીઓના વિશાળ હિતને દયાને રાખી, ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 માટેની સેમેસ્ટર ફી માં સ્પોર્ટ્સ ફી તથા કલ્ચરલ એક્ટીવીટી ફી માં રાહત આપવાનો આવકારદાયક નિર્ણય કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી દ્વારા લેવાયેલ માનવતાભર્યા તથા સમયોચિત ઉમદા નિર્ણય સંદર્ભે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા લેવાતી સ્પોર્ટ્સ ફી 70 રૂપિયા તથા કલ્ચરલ એક્ટીવીટી ફીના 70 રૂપિયા એમ સેમેસ્ટર દીઠ કુલ 140 રૂપિયાની રાહત આપવામાં આવી છે.
સને 2019-20 માં યુનિ. દ્વારા સેમેસ્ટર 1 માં એમ.એ. તથા એમ.કોમ.માં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે અનુક્રમે 1595 રૂપિયા તથા 995 રૂપિયા ફી લેવામાં આવી હતી. જે ચાલુ વર્ષમાં 2020-21 માટે સેમેસ્ટર દીઠ અનુક્રમે 1455 રૂપિયા તથા 855 રૂપિયા થવા જાય છે. આ જોતા વિદ્યાર્થીઓને સેમેસ્ટર ફી માં 15 ટકા જેટલી રાહત થવા પામી છે.
એ જ રીતે ચાલુ વર્ષમાં એમ.એસસી. સેમેસ્ટર 1 માટે રાહત આપ્યા પછી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે અનુક્રમે 1700 રૂપિયા તથા 1100 રૂપિયા ફી લેવામાં આવશે. આવી જ રીતે અનુસ્નાતક ભવનના સેમેસ્ટર 3 ના તમામ વિદ્યાર્થીઓ માટે પણ રાહત સાથેનું ફીઝ સ્ટ્રક્ચર યુનિવર્સિટીની વેબસાઈટ વિિંાં://બસક્ષળી.યમી.શક્ષ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ