રાજકોટમાંથી 6 રેંકડી અને એક સ્પેરવહીલ ચોરી કરનાર સગીર-જૂનાગઢના શખ્સની ધરપકડ

ફ્રૂટના ધંધામાં નવી રેંકડીની જરૂરિયાત હોવાથી રેકી કરી ચોરીને અંજામ આપતો

રાજકોટ તા.19
શહેરના ગૌતમનગરમાં રહેતા અને શાકભાજીની રેંકડી કાઢતા દેવીપૂજક યુવકના ઘર પાસે રાખેલી 8 હજારની રેંકડી અને 1 હજારનું સ્પેરવહીલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી જતા ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે આ ચોરીને અંજામ આપનાર સગીર સહિતની બેલડીને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે તેઓ પાસેથી 6 ચોરાઉ રેંકડી કબ્જે કરી છે
શહેરના ગોંડલ રોડ ઉપર આવેલ ગૌતમનગરમાં રહેતા અને લક્ષ્મીનગર શાકમાર્કેટમાં રેંકડી રાખી શાકભાજી વેચી પરિવારને મદદરૂપ થતા સુરેશભાઈ બાવાભાઈ વાઘેલા નામના દેવીપૂજક યુવકે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગત 10 તારીખે 8 હજારની રેંકડી અને 1 હજારનું સ્પેરવહીલ ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પીઆઇ કે એન ભૂંકણ, પીએસઆઇ વી કે ઝાલા સહિતના સ્ટાફે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી દરમિયાન રોહિતભાઈ કછોટ અને હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે મૂળ જૂનાગઢના અને હાલ સદર બજારમાં રહી ફ્રૂટનો વેપાર કરતા તાહીરશા ઈબ્રાહીમશા રફાઈ અને સગીરને ઝડપી લઇ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે તેની પાસેથી ગૌતમનગરમાંથી ચોરેલી 1 રેંકડી અને 1 સ્પેરવહીલ તથા છોટુનગરમાંથી ચોરેલી 5 રેંકડી સહીત 49,100 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે તાહીરશા અગાઉ જૂનાગઢમાં દુષ્કર્મ, મારામારીના ત્રણ ગુનામાં પકડાઈ ચુક્યો છે પોતે ફ્રૂટનો ધંધાર્થી હોય અને સારી રેંકડીની જરૂરિયાત હોવાથી દિવસે ફ્રૂટ વેચી રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતો હોવાની કબૂલાત આપી છે

રિલેટેડ ન્યૂઝ