ભાદર નદી ફરી પ્રદુષિત બની: પ્રદુષણ બોર્ડના આંખ આડા કાન

કોબા હનુમાન પાસેના ચેક ડેમમાં પ્રદુષિત પાણીના ફીણના ગોટેગોટા ઉડયા: નદીને પ્રદુષિત કરવા માટે કારખાનેદારો અને પ્રોસેસ હાઉસો જવાબદાર: રાજકીય ઓથના કારણે પગલા લેવાતા નથી, લેવાય તોે હજારો કારીગરો બેકાર થઈ જશે તેવા બહાના તળે કારખાનેદારો કાગારોળ મચાવે છે

ભાદર નદીમાં છોડાતુ પાણી
જેતપુરમાં આવેલી પ્રદુષણ બોર્ડની કચેરી આ બદુ જ જાણે છે અરે છેક ગાંધીનગર સુધી જેતપુરની પ્રદુષીત પાણીન સમસ્યા બધા જ મોટા અધીકારીઓને ખબર છે પણ રાજકીય ઓથને કારણે કોઈ જ પગલા લેવાતા નથી. જો પગલા લેવામાં આવે તો હજારો કારીગરો બેકાર બની જશે તેવા બહાના તળે આ કારખાનેદારો રોકકળ કરી મુકે છે. ભુતકાળમાં આવુ બનેલ છે. ભાદર નદીમાં થતુ પ્રદુષણ જો રોકવાની સરકારી તંત્રની ઈચ્છા હોય તો પ્રદુષણ બાબતે કડક પગલા ભરવા જોઈએ.

(પ્રતિનિધિ દ્વારા) જેતપુર તા.19
જેતપુરની ભાદર નદી ફરીથી આખી પ્રદુષીત બની ગઈ છે. મેઘરાજાએ મહેર કરી હતી એટલે આટલા વરસોમાં ન હતી તેવી ચોખ્ખી ચણાક ભાદર બની ગઈ હતી. ભાદરમાં વહેતા પાણી જોઈને લોકોના મન આનંદથી ભરાઈ ગયા હતા.પણ જેતપુરના સાડી ઉદ્યોગે ફકત 15 દિવસમાં જ આખી ભાદર પરી પ્રદુષીત કરી મુકી છે. બે કાંઠે વહી જતી ભાદરમાં હાથ પણ ન બોળી શકાય એટલી હદે પ્રદુષીત કરી મુકતા આ સાડી ઉદ્યોગને વાર લાગતી નથી.
જેતપુરથી 10 કીલોમીટર દુર સરદારપુર ગામ પાસે કોબા હનુમાનનું મંદિર આવેલ છે તેની બાજુમાં ભાદર નદી પર ચેક ડેમ બનાવેલ છે. અને તેતી આ ચેકડેમમાંથી આજુબાજુમાં સેંકડો ખેડુતોને આ પાણીનો લાભ મળે છે અત્યારે આ ચેકડેમમાં સાડી ઉદ્યોગ તથા પ્રોસેસ હાઉસોના ભયંકર એસીડયુકત પ્રદુષીત પાણી ભળતા પાણીમાં ફીણના ગોટે ગોટા ઉડે છે. આખી નદી ફીણથી ભરાઈ ગઈ છે.
ગઈકાલે પડેલા વરસાદનો ગેરલાભ લેવા પ્રોસેસ હાઉસોવાળાએ ભયંકર પ્રદુષીત પાણી સીધુ જ ભાદરમાં ઠાલવી દીધુ છે અને તેથી આ ચેકડેમમાં ફીણના ગોટા થયા છે. આ વિસ્તારના ખેડુતો કહે છે કે અમે આવું પાણી ખેતીના ઉપયોગમાં લઈ શકતા નથી. મનુભાઈ ગુલાબના ફુલની ખેતી કરે છે તે જણાવે છ કે કેટલાક વરસોથી અમને જોઈએ તેટલુ ઉત્પાદન આવા પાણીને ધે મળતુ નથી ગુલાબના છોડનો વીકાસ થતો નથી. આવા પાણી કુવામાં પણ આવતા હોવાતી અમારી જમીન રાખ જેવી થઈ ગઈ છે. માટીમાં કસ નતી રહેતો.
જેતપુરમાં પ્રોસેસ હાઉસો ન હંતા ત્યારે પ્રદુષીત પાણીની એટલી બધી મોટી સમસ્યા ન હતી અને સાડીના કારખાનામાંથી નીકળતુ લાલ પાણી કે જેમાં યુરીયા હોય તે ખેતીના ઉપયોગમાં લેવામાં આવતું હતું. અને આ પાણી ખેતીને ફાયદાકારક હતુ પણ જયારથી જેતપુરમાં પ્રોસેસ હાઉસો થવા લાગ્યા ત્યારથી જેતપુરમાં પ્રદુષીત પાણીની સમસ્યા વકરી છે. એક પ્રોસેસ હાઉસમાંથી એટલી મોટી માત્રામાં ભયંકર પ્રદુષીત પાણી નીકળે છે કે 50 સાડીના કારખાનામાંથ પણ એટલુ પાણી નીકળતું નથી અને આ પ્રોસેસ હાઉસોવાળા પ્રદુષણના કાયદાની એસીતેસી કરીને સીધુ જ ભાદરમાં આવું ભયંકર પ્રદુષીત પાણી ઠાલવે છે.

રિલેટેડ ન્યૂઝ