મિલકત માટે બનેવીની હત્યા કરનારા સાળાને કોરોના: મહિલા પકડથી દૂર

જુનાગઢના ડબલ મર્ડરની મુખ્ય સુત્રધારને શોધવા પોલીસની દોડધામ

(પ્રતિનિધિ દ્વારા) ગોંડલ તા.19
કિંમતી જમીન અને લાખો ની પોલીસી ની લાલચ માં પત્ની અને સાળા દ્વારા પતિ તથાં નિર્દોષ કાર ચાલક ને કાર સાથે વેકરી નજીક તળાવ માં ઘકેલી દઇ મોત ને ઘાટ ઉતાર્યો ની સનસની ઘટનાં માં પોલીસે જડપેલાં આરોપી ને કોરોના પોઝીટીવ બહાર આવતાં પોલીસ દ્વારા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.પોલીસે ડબલ મડઁર મિસ્ટ્રી ની મુખ્ય સુત્રધાર મૃતક ની પત્ની તથાં તેને મદદગારી કરનાર અન્ય મહીલા ને જડપી લેવાં ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર રહેતાં રમેશભાઈ બાલધા તથાં જુનાગઢ રહેતાં કાર ચાલક અશ્ર્વિન પરમાર ને કેફી પદાર્થ પીવરાવી કાર સહીત વેકરી નજીક તળાવ માં ઘકેલી મોત ને ઘાટ ઉતાર્યા ની ઘટનાં માં પોલીસે જડપેલાં નાનજી ઉર્ફ નાશીર નો ગોંડલ તાલુકા પોલીસ દ્વારા કોવીડ ટેસ્ટ કરાવાતા કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવતાં તેને અત્રે ની સિવીલ હોસ્પિટલ નાં કોવિડ સેન્ટર માં ખસેડાયો છે.
દરમ્યાન જેને મોત ને ઘાટ ઉતારાયા તે રમેશભાઈ બાલધા ની પત્ની મંજુ ઉર્ફ મરીયમ જે પતિ નો કાંટો કાઢવા ની મુખ્ય કાવત્રાખોર હોય ઉપરાંત મદદગારી કરનાર વરાછા રોડ સુરત રહેતી પ્રવિણા પાણખાણીયા ને પકડવી બાકી હોય બન્ને ને જડપી લેવાં તપાસનીસ પીએસઆઇ એમ.જે.પરમારે તપાસ વેગવંતી બનાવી છે.
જુનાગઢ પોલીસે જડપેલી મહીલા અગાઉ ત્રણ ગુન્હા માં સામેલ
ગોંડલ નાં વેકરી નજીક તળાવ માં ઘકેલી દઇ મોત ને ઘાટ ઉતાર્યો ની સનસની ઘટનાં માં સામેલ સુરત નાં વરાછા રોડ પર રહેતી પ્રવિણા ઉફઁ મઘુબેન શામજીભાઈ પાણખાણીયાની જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી પુછપરછ હાથ ધરાઇ છે.પોલીસ દ્વારા પ્રવિણા ઉફઁ મઘુબેન ની અન્ય ગુન્હા માં સામેલગીરી અંગે પુછતાછ કરાતાં તેણીએ ઈન્કાર કર્યો હતો.પરંતું જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર આર.કે.ગોહિલ,પીએસઆઇ બડવા અને ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન માં સચઁ કરાતાં ભુતકાળ માં ગુન્હાઓ નો ઇન્કાર કરનાર પ્રવિણા ઉફઁ મઘુબેન ની પોલ છતી થવાં પામી હતી.પ્રવિણા ઉફઁ મઘુ સામે વષઁ 2019 તથાં 2020 માં રાજકોટ નાં માલવીયાનગર પોલીસ ચોકી માં જુગાર અંગે ગુન્હા નોંધાયા હતા.ઉપરાંત જુનાગઢ તાલુકા પોલીસ માં પણ વષઁ 2020 માં જાહેરનામાં ભંગ નો ગુન્હો નોંધાયા નું બહાર આવ્યું હતું.આમ પ્રવિણા ઉફઁ મઘુ આંતર જિલ્લા આરોપી હોવાનું પણ ખુલવા પામ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ