ગીરનાર પર મોરારી બાપુના ગરબા

ગીરનારમાં કમંડલ કુંડ ખાતે મોરારી બાપુની માનસ જગદંબા કથા ચાલી રહી છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે બાપુએ મા અંબાજીના સાંનિધ્યમાં ખાઈ કથામાં માથે ગરબો લઈ રાસ લીધો હતો. આ તકે બાપુએ જણાવ્યું હતું કે, નવરાત્રિ પર માતાજી ડુંગર પરથી નીચે ઉતરે છે જયારે આપણને ગરવા ગીરનાર પર કથાના માધ્યમથી મા અંબાના ગુણગાન ગાવાનો અવસર મળ્યો છે. બાપુનો ગરબો ઓનલાઈન નિહાળી અનેક ભકતો ભાવવિભોર થયા હતા.
(તસ્વીર: બ્રિજેશ વેગડા)

રિલેટેડ ન્યૂઝ