અંબાજીના દર્શન રાતનાં 11 વાગ્યા સુધી થઇ શકશે

દર્શનનો સમય
દર્શન સમય
સવારે 7.30થી 11.45
બપોરે 12.15થી 4.15
સાંજે 7.00 થી 11.00

(પ્રતિનિધિ દ્વારા) અંબાજી,તા.19
હાલ આદ્ય શક્તિ મા અંબેના નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે. અંબાજી મુકામે વિશાળ સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે ત્યારે યાત્રિકોની ધાર્મિક ભાવના લક્ષમાં લઇ બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ આનંદ પટેલની સુચના મુજબ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ દર્શનાર્થીઓ માટે મંદિર રાતના 11 કલાક સુધી ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માતાજીની સવારની આરતી 7.00 વાગ્યા થી 7.30 અને સાંજની આરતી 6.30 થી વાગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
છેલ્લા બે દિવસથી યાત્રાધામ અંબાજી શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યું છે. જો કે પાવાગઢ અને માતાના મઢમાં દર્શન બંધ હોવાથી અંબાજીમાં યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે એટલે કે બીજા નોરતે માઇ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. જેને લઇ વહીવટી તંત્ર પણ દ્વિધામાં મુકાયું હતું. ત્યારે નોરતા દરમ્યાન વધતી યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઇ માઈ ભક્તો દર્શનથી વંચિત ન રહી જાય તે માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરી રાતના 11 કલાક સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ