રાજકોટમાં મામા-ભાણેજની હત્યા બાદ બંને બાળકો અને હત્યારાએ પણ દમ તોડ્યો

બેવડી હત્યાને અંજામ આપી ઘરે બંને બાળકોને સળગાવી પોતે પણ અગ્નીસ્નાન કરી લીધેલ

લ ગૃહકલેશથી ત્રસ્ત ઇમરાને ચાર-ચાર લોથ ઢાળી પોતે પણ સળગી મર્યો
(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.23
રાજકોટના રૂખડિયા કોલોની જવાના રસ્તે ખેલાયેલા ખૂની ખેલમાં મામા-ભાણેજની હત્યા નિપજાવ્યા બાદ હત્યારાએ બંને બાળકોને સળગાવી પોતે પણ અગ્નિસ્નાન કરી લીધાની ઘટનામાં થોડા થોડા સમયાંતરે બંને બાળકો અને હત્યારા એમ ત્રણેયે સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે ગૃહકલેશથી કંટાળી ઇમરાને પળવારમાં જ પરિવાર હતો ન હતો કરી નાખ્યો હતો આ સમગ્ર ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે ચાર-ચાર હત્યાના પાપનો દોષનો ટોપલો લેનાર ઇમરાન અગાઉ લોહીના વેપલાના ગુનામાં પણ થોરાળા પોલીસમાં પકડાઈ ચુક્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
રાજકોટના ભગવતીપરામાં રહેતા ફિરોઝાબેન, બેડિપરામાં રહેતા તેમના ભાઈ નાઝીર અખ્તરભાઈ પઠાણ અને થોરાળા પોલીસ સ્ટેશન સામે રહેતી નાઝીયા ઇમરાન પઠાણ ગત બપોરે ત્રણેક વાગ્યે પતિ ઇમરાન વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી રિક્ષામાં બેસી માતાના ઘરે જતા હતા ત્યારે પાછળથી બાઇકમાં આવેલા ઇમરાન પઠાણે રૂખડિયા કોલોની તરફ જવાના રસ્તે રિક્ષાને આંતરી મામાજી નાઝિરભાઈ પઠાણ, પત્ની નાઝીયા અને સાસુ ફિરોઝાબેન ઉપર છરીના આડેધડ ઘા ઝીકી દીધા હતા જેમાં પત્ની અને મામાજી સસરાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે ફિરોઝાબેનને હોસ્પિટલે ખસેડ્યા હતા તેઓની ફરિયાદ આધારે જમાઈ ઇમરાન સામે પ્રનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો ગૃહકલેશથી કંટાળી બેવડી હત્યાને અંજામ આપ્યા બાદ ઇમરાને ઘરે જઈને 8 વર્ષીય પુત્ર ઇકાન અને 7 વર્ષીય પુત્રી અલ્વીરા ઉર્ફે અલુને પેટ્રોલ છાંટી કાંડી ચાંપી દીધી હતી અને પોતે પણ પેટ્રોલ છાંટી ભડભડ સળગી ઉઠતા ત્રણેયને ગંભીર હાલતમાં પાડોશીઓએ 108 મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોડી રાત્રે ઇમરાન
(અનુસંધાન 8મા પાને)

અને અલુએ દમ તોડી દીધો હતો જયારે પુત્ર ઇકાનનું પણ વહેલી સવારે મૃત્યુ નીપજ્યું હતું ચાર ચાર હત્યાઓનું પાપનું પોટલું લઈને ખુદ હત્યારો પણ મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો હત્યાનો ભોગ બનનાર નાઝીયાને પતિ ઇમરાન ત્રાસ આપતો હોવાથી તેણીએ માતાને પોતાના ઘરે લઇ જવા કહ્યું હતું પરંતુ પોલીસને મળી ઘરે પરત પહોંચે તે પૂર્વ જ ઈમરાનને કાળ ચડી ગયો હોય તેમ બબ્બે હત્યા નિપજાવી પોતે પણ સંતાનો સાથે આત્મઘાતી પગલું ભરી લેતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે ઇમરાન ફેબ્રુઆરી 2020માં થોરાળા પોલીસ સ્ટેશનમાં ઈમોરલ એક્ટ હેઠળ મદદગારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે ઘરકંકાસથી ત્રસ્ત પરિવારનો હર્યો ભર્યો માળો એક જ ઝાટકે વિખેરાઈ ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ