રાજકોટમાં કોરોના ડાઉન: 6 દર્દીએ જીવ ગુમાવ્યા

સંક્રમણના ઉતાર-ચઢાવ વચ્ચે શહેરમાં 69 અને ગ્રામ્યમાં 38 મળી 107 નવા કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.23
રાજકોટ શહેરમાં હવે કોરોના ધીરે ધીરે વિદાય તરફ વળ્યો હોય તેમ સંક્રમણ ઘટી રહ્યું છે. રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં 24 કલાકમાં માત્ર 6 દર્દીના જ મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો શહેર-જિલ્લામાં 24 કલાકમાં કોરોના 107 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. મૃત્યુઆંક માં થતા ઘટાડા સાથે પોઝિટિવ કેસોમાં પણ ઘટાડો નોંધાતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
રાજકોટ શહેરમાં કોરોનાના ઉતાર ચઢાવ વચ્ચે હવે હકીકતે કોરોનાએ પોતાની પકડ ઢીલી પાડી હોય તેવું લાગી રહ્યું છે. એક સમયે 39 સુધી પહોંચી ગયેલા મૃત્યુઆંક સાવ ડાઉન થઈને હવે ફરીથી 5 સુધી પહોંચી ગયો છે. રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં 24 કલાકમાં સારવાર લઈ રહેલા 6 દર્દીના મૃત્યુ થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છ.ે મૃત્યુઆંકમાં નોંધાયેલા ઘટાડાથી આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. સાથોસાથ દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણ જબરો ઘટાડો નોંધાયો છે. રાજકોટ શહેર જિલ્લામાં 24 કલાકમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં બપોરે 23 અને સાંજે 46 સહીત કુલ 69 કેસ નોંધાયા હતા. જયારે જિલ્લામાં 24 કલાકમાં વધુ 38 પોઝિટિવ કેસો નોંધાયા હતા આમ શહેર-જિલ્લામાં 107 કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રિલેટેડ ન્યૂઝ