ટ્યુશન કલાસને કલબમાં ફેરવી: સંચાલક ગિરફતાર

સુરતમાં લોકડાઉનની અઆફતને અવસરમાં પલ્ટાવનારાને ત્યાં પોલીસ ત્રાટકી

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા.23
શહેરના કતારગામમાં સોનાણી ટ્યૂશન ક્લાસ ચલાવનારે ક્લાસમાં જ જુગારખાનું શરૂ કર્યું હતું. કતારગામ પોલીસે છાપો મારી ટ્યૂશન-સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળી 64,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોરોનાને કારણે સરકારની ગાઇડલાઇન્સ મુજબ ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી.
કતારગામ પોલીસને બાતમી મળી હતી કે વી.એન.ગોધાણી સ્કુલની સામે સ્વસ્તિક આર્કેડના પહેલા માળે આવેલા સોનાણી ટ્યુશન ક્લાસીસમાં જુગાર રમાય છે. ટ્યુશન સંચાલક બહારથી જુગારીઓને બોલાવી જુગાર રમાડે છે. તેની સામે તે નાળ ઉઘરાવે છે. તેથી કતારગામ પોલીસે સોનાણી ટ્યુશન ક્લાસમાં છાપો મારી સંચાલક ધર્મેશ સોનાણી ઉપરાંત 6ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા અને 7 મોબાઇલ ફોન મળીને કુલ 64500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ધર્મેન્દ્રસિંગ ચાવડા (એસીપી)એ જણાવ્યું હતું કે આ જુગારધામ કાયમી ધોરણે ચાલતું ન હતું. સોનાણી ક્લાસીસના સંચાલક ધર્મેશ સોનાણીએ લોકડાઉન દરમિયાન સ્કૂલો અને ક્લાસીસ બંધ હોવાના કારણે ક્લાસીસ બંધ હતા. જેથી એકાંતનો લાભ લઈ તે જુગાર રમાડતો હતો. પોલીસને બાતમી મળતાં છાપો મારી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાત (સાથ) ગિરફતાર
ધર્મેશ મનજી સોનાણી(રહે.શાંતિનગર સોસાયટી,નારાયણ નગર પાસે, કતારગામ)
કાંતી રવજીભાઈ છેડાવડિયા(રહે.અમૃતકુંજ એપાર્ટમેન્ટ, ઓફેરા હાઇટ્સની બાજુમાં, લસકાણા રોડ)
લવજી માવજી કાનાણી(રહે.કરૂણાવંતી સોસાયટી,હરીદર્શનનો ખાડો,ચોકબજાર)
ધીરુ કાળુભાઈ મકવાણા (રહે. માધવાનંદ સોસાયટી, ધનમોરા ચાર રસ્તા, કતારગામ)
સંજય નરેશ ચંદાણી(રહે.ગ્રીનસિટી,પાલ ગામ,અડાજણ)
મુકેશ ડાહ્યાભાઈ રાંક(રહે.કૃષ્ણનગર સોસાયટી, લલીતા ચોકડી પાસે, કતારગામ)
મનસુખ કરસન સંખાવરા(રહે.શ્રીજી સોસાયટી વિભાગ-1,ડભોલી ચાર રસ્તા પાસે)

રિલેટેડ ન્યૂઝ