જેતપુરમાં 30 લાખની લુંટને અંજામ આપનાર રાજકોટના 4 ગંજેરી ઝડપાયા ધા

એક વર્ષ પૂર્વે મળેલી ટીપ બાદ બનેવી, ભાઈને સાથે રાખી પ્લાન પાર પાડયો: ભાગ પાડે તે પૂર્વે જ પોલીસે દબોચી લી

પોલીસની 6 ટીમે આ રીતે ઉકેલ્યો ભેદ
આરોપીઓ અગાઉથી જાણતા હોય કે જેતપુરમાં સીસીટીવી લગાવેલા હોય જેથી તેમણે બાઈકની નંબર પ્લેટની તોડફોડ કરી નાંખી હતી. જેથી તેમાં પણ પોલીસને મુશ્કેલી પડી રહી હતી. બાદમાં આરોપી સમીર ઉર્ફે ભડાકો ઓળખાઈ ગયા બાદ પોલીસે ટ્રેસીંગ કરી તથા અલગ અલગ ટીમોને અમદાવાદ, જામનગર અને ચોટીલા મોકલી આખરે ચોકકસ લોકેશન મળતા આરોપીઓને કોઠારીયા સોલવન્ટમાં બરકતીનગરમાંથી લૂંટનો મુદ્દામાલ ભાગબટાઈ કરે તે પહેલાં જ પકડી પાડ્યા હતા.

રાજકોટ તા. 24
ધોરાજીમાં રહેતા ચીમનભાઇ કારાભાઇ વેકરીયા રાજકોટમાં ઘરેણા બનાવડાવી જિલ્લામાં સોની વેપારીઓને માલ સપ્લાય કરે છે. 21 ઓક્ટોબર, બુધવારે સવારે 9 વાગે ચીમનભાઇ જેતપુરમાં સોની વેપારીઓને માલ દેવા ગયા હતા. નાના ચોક (સોનીબજાર) માં શ્રીહરી ગોલ્ડ નામના શોરૂમમાં ઘરેણા આપ્યા પછી બાજુમાં મતવા શેરીમાં અન્ય શો-રૂમમાં માલ દેવા જઇ રહ્યા હતા ત્યારે રમાકાંત માર્ગ પર પાછળથી બાઇકમાં ડબલ સવારીમાં આવેલા બે શખસ આંખમાં મરચું છાંટી, પગમાં છરી મારીને રોકડા રૂ. બે લાખ અને 28 લાખના ઘરેણા ભરેલો થેલો લૂંટીને પલાયન થઇ ગયા હતા. લૂંટ કરનાર બે પૈકી એક શખસે હેલમેટ પહેરી હતી. લૂંટની જાણ થતાં જિલ્લા પોલીસવડા બલરામ મીણા, ડીવાયએસપી સાગર બાઘમાર, એલસીબી પીઆઇ એ.આર.ગોહિલ સહિતો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળ આસપાના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા. ફૂટેજમાં કેદ થઇ ગયેલા બન્ને લૂંટારાને ભોગ બનનાર સેલ્સમેને ઓળખી બતાવતા બન્નેની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કરાયા હતા. એલસીબીના પીઆઇ એ.આર. ગોહિલ, પીએસઆઇ એચ.એમ.રાણા, એસ.ઓ.જી. પીએસઆઇ એચ.ડી. હિંગરોજા સહિતના સ્ટાફે કરેલી તપાસમાં લૂંટ કરનાર બન્ને શખસ જેતપુરના ફૂલવાડી વિસ્તારમાં રહેતા સાકીબ અને સમીર ઉર્ફે ભડાકો નામના ટપોરીની હોવાની અને હાલ બન્ને રાજકોટ રહેતા હોવાની માહિતી મળી હતી. તેમજ લૂંટમાં સાકીરનો સગોભાઇ તોફીલ તેમજ સમીર ભડાકાના બનેવી અક્બરની સંડોવણી પણ સામે આવી હતી. પોલીસે મોબાઇલ કોલની ડિટેઇલ અને આરોપીઓના મિત્રોની પૂછપરછ કરી હતી. તેમજ આશ્રય સ્થાનો પર દરોડાનો દોર શરૂ કર્યો હતો. દરમિયાન લૂંટમાં સંડોવાયેલા ચારેય શખસ રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ નજીક બરકતીનગરમાં આરોપી અક્બર રીંગડીયાના ઘરે ભાગ બટાઇ માટે ભેગા થવાના છે તેવી સચોટ માહિતીના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવીને ચારેયને ઝડપી લીધા હતા. અકબરના ઘરમાંથી લૂંટમાં ગયેલી રોકડ, ઘરેણા સહિત તમામ મુદ્દામાલ તેમજ પાંચ મોબાઇલ, એક છરી સહિત કુલ રૂ. 29,95,050 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંજાના બંધાણી ચારેય આરોપીની અન્ય ગુનામાં સંડોવણી હોવાની શંકાથી આકરી પૂછપરછ ચાલુ છે.
સૂત્રધારે સગાભાઇ, બનેવી અને મિત્રની મદદથી આ રીતે આપ્યો લૂંટને અંજામ
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, સૂત્રધાર સાકીર ખેડારા અને તેના મિત્ર સમીર ઉર્ફે ભડાકાએ સોની બજારમાં વેપારીને લૂંટવાની યોજના બનાવી હતી. આ માટે સાકીરે લાંબા સયમ સુધી ધોરાજીના સેલ્સમેનની રેકી કરી હતી. લૂંટને અંજામ આપવા સાકીરે રાજકોટ રહેતા સગાભાઇ તૂફેલ અને બનેવી અક્બરને પણ સામેલ કર્યા હતા. બનાવના દિવસે તૂફેલ રાજકોટથી તેના બનેવી અક્બરનું બાઇક લઇને જેતપુર ગયો હતો. ભાઇ સાકીરને બાઇક આપી બસમાં પરત રાજકોટ આવી ગયો હતો. સાકીર અને સમીર બાઇક લઇને રમાકાંત માર્ગ પર વોચમાં ઉભા રહ્યા. સેલ્સમેન ચીમનભાઇ પગપાળા નિકળ્યા એટલે સમીર ભડાકાએ સેલ્સમેનની આંખમાં મરચાની ભૂકી છાંટી હતી અને સાકીરે પગમાં છરી મારી રોકડ, ઘરેણા ભરેલો થેલો લૂંટી લીધો હતો. લૂંટ કરીને બન્ને રાજકોટ પહોંચ્યા હતા અને લૂ઼ંટનો મુદ્દામાલ સાકીરે તેના બનેવી અક્બરના ઘરે રાખ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ