જામનગરમાં ફુડશાખાનું ચેકીંગ : 11 દુકાનમાંથી ફાફડા – જલેબીના નમુના લેવાયા

જામનગર તા 24,

જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ના ફુડ ઇન્સપેક્ટર દ્વારા દશેરાના તહેવારને અનુલક્ષીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી મીઠાઇ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 11 સ્થળોએથી જલેબી ફાફડા ના નમુનાઓ લેવામાં આવ્યા છે. ઉપરાંત મીઠાઇ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરી 65 કિલો જેટલું તેલ નો નાશ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિજયાદશમીના તહેવાર ને લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગરમાં અતુલ કોમ્પ્લેકસમાં આવેલા કિરીટ નાસ્તા સેન્ટર અને જોષી નમકીન માંથી ફાફડા ના સેમ્પલ લેવાયા હતા. ચામુંડા નાસ્તા ભવનમાંથી પણ ફાફડા ના સેમ્પલો લેવાયા હતા. વિકાસ ગૃહ રોડ પર લક્ષ્મી ફરસાણ માર્ટ માંથી જલેબી નું સેમ્પલ લેવાયું હતું.
ઉપરાંત ભાગ્યલક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ માંથી જલેબી અને સોનાલી ફરસાણ માર્ટ (દિગ્વિજય પ્લોટ વિસ્તાર) માંથી ફાફડા ના સેમ્પલો લેવાયા હતા. પૂજા ફાસ્ટ ફૂડ ફરસાણ માર્ટ માથી ફાફડા નું સેમ્પલ લેવાયું હતું. વિકાસ ગૃહ રોડ પર પારસ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ માંથી ફાફડા અને જલેબીના સેમ્પલ લેવાયા હતા, તેજ વિસ્તારના પટેલ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટ માંથી જલેબી નું સિમ્પલ લેવાયું હતું. દીગવિજય પ્લોટ શેરી નંબર 64મા લીલાશાહ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટમાં થી જલેબી નું સેમ્પલ લેવાયું હતું. જ્યારે યાદવ હોટલ નાસ્તા ભુવનમાંથી ફાફડા ના સેમ્પલો લેવાયા હતા. અને પૃથકકરણ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં આવેલી મીઠાઇ-ફરસાણની દુકાનોમાં બનતી મીઠાઈ અંગે તેમજ બની રહેલા ફરસાણ અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન 65 કિલો જેટલું તેલ બળેલું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી ટીપીસી મશીન દ્વારા ચકાસણી કર્યા પછી 65 કિલો અખાદ્ય તેલ નો નાશ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ