કેશુભાઈની વિદાય સાથે સંઘની વિચારસરણીવાળા યુગનો અંત

ભાજપ માટે સત્તાનો પાયો નાંખવામાં પણ કેશુબાપા હતા પાયાનો પથ્થર

ભાજપના પ્રથમ પ્રદેશ પ્રમુખ અને પ્રથમ cm પણ કેશુબાપા
તેના પછી માર્ચ 1995ના રોજ ભાજપની સંપૂર્ણ બહુમતીવાળી સરકાર ગુજરાતમાં રચાઈ તેના તેઓ મુખ્યપ્રધાન બન્યા હતા. આમ ગુજરાતમાં સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકાર અને તેના સૌપ્રથમ મુખ્યપ્રધાન બનવાનું શ્રેય તેને ગયું હતું. પણ શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને તેમની સરકાર ઉથલાવી તેના પછી પણ કેશુબાપા માર્ચ 1998માં જનસહાનુભૂતિના મોજા હેઠળ ફરીથી ચૂંટાઈ આવ્યા હતા અને ઓક્ટોબર 2001 સુધી મુખ્યપ્રધાન રહ્યા હતા.

24 એપ્રિલ 2019ના રોજ કેશુભાઈ પટેલે સરસ્વતી સ્કૂૂલમાં છેલ્લુ મતદાન કર્યું
2019ની વિધાનસભાની ચૂંટણીમાં પણ માજી મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ રાજકોટ મતદાન કરવા આવ્યા હતા શહેરના એરપોર્ટ રોડ ઉપર આવેલ સરસ્વતી હાઈસ્કૂલમાં તેઓએ મતદાન કર્યું હતું તે વેળાની આ તસ્વીર છે તેઓએ મતદાન કરી મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું.

બીજેપીથી અલગ થઇને પોતાની રાજકીય પાર્ટીનું નિર્માણ કર્યું

કેશુભાઈ 1980થી 2012 સુધી બીજેપીનો ભાગ હતા. 1995માં તેમની આગેવાનીમાં ગુજરાતમાં બીજેપીની સરકાર બની. જો કે 2012માં બીજેપીથી અલગ થઇને તેમણે પોતાની રાજકીય પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટીનું નિર્માણ કર્યું હતુ. ત્યારે તેમણે મોદીની સાર્વજનિક મંચ પરથી ટિકા કરી છે. આ પહેલા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં શપથગ્રહણમાં પણ બંને સાથે જોવા મળ્યા હતા. વર્ષ 2017માં જ કેશુભાઈ પટેલનાં દીકરા પ્રવીણનાં નિધન પર પીએમ મોદી તેમની મુલાકાત કરવા માટે તેમના નિવાસ્થાને ગયા હતા.

અમદાવાદ તા.29
ગુજરાતમાં ભાજપના રાજકારણના ભીષ્મ પિતામહ કેશુબાપાએ 92 વર્ષે દેહત્યાગ કરવા સાથે સંઘની વિચારસરણીવાળા રાજકારણના એક યુગનો અંત થયો છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે 24 જુલાઈ 1928ના રોજ જન્મેલા કેશુભાઈ પટેલ રાષ્ટ્રીય સંઘની વિચારધારાથી પ્રભાવિત હોઈને ફક્ત 17 વર્ષની ઉંમરે સંઘના સ્વયંસેવકનો ભેખ ધારણ કરી લીધો હતો.
તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારાના પ્રચાર માટે ગામેગામ ફરતા હતા. તેઓ આજીવિકા માટે અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. તેમણે ગુજરાતમાં ભાજપની રચના પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર તરીકે ઘણું કામ કર્યુ છે.
તેમના જીવનમાં કારકિર્દીના પ્રારંભિક વર્ષો તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિષ્ઠાવાન કાર્યકર જ રહ્યા હતા. તેના પછી તેઓ જનસંઘમાં જોડાયા હતા. 1975માં કટોકટીનો વિરોધ કરવાના પગલે તેમણે ગુજરાતમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. 1977માં તે લોકસભા ચૂંટણી પણ લડ્યા હતા અને ભારે બહુમતીથી જીત્યા હતા. પણ અટલજીના આદેશના પગલે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામુ આપ્યુ હતુ અને વિધાનસભાના જંગમાં ઝુકાવતા ગુજરાતમાં ભાજપ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. તેના પરિણામે તે ગુજરાતમાં ભાજપના પાયા નાખી શક્યા હતા. આજે ભાજપની ગુજરાતમાં જે સ્થિતિ છે તે કેશુબાપા જેવા નેતાના લીધે છે. તેઓ ગુજરાત ભાજપના પ્રથમ પ્રદેશ પ્રમુખ પણ હતા.
ગુજરાતમાં ભાજપે 1989થી 1990 દરમિયાન ચીમનભાઈ પટેલના જનતાદળ-ભાજપની સંયુક્ત સરકાર તેમના જ પ્રયાસોથી બનાવી હતી. પણ તે સરકારની પોતે બહાર રહ્યા હતા. જો કે સ્વતંત્ર સ્વભાવના ચીમનભાઈ પટેલ સાથે ભાજપની સરકાર બહુ ચાલી ન હતી, પરંતુ આ સરકારની જોડે રહીને કેશુબાપાએ સરકારના વહીવટની બારીકીઓ જોઈ લીધી હતી, જે પછી ભાજપને કામ આવી હતી.

રિલેટેડ ન્યૂઝ