રાજકોટ રેલ્વે ડીવીઝનના કર્મચારીઓનું જનરલ મેનેજરનાં હસ્તે બહુમાન

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા. 29
પશ્ર્ચિમ રેલ્વે રાજકોટ ડિવીઝનનાં ગાર્ડ, ગેસ્ટોન અને ચાવી વાળા કર્મચારીનું સપ્ટેમ્બર મહીનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ પશ્ર્ચિમ રેલ્વેનાં જનરલ મેનેજર અલોક કંસલ દ્વારા સન્માન કરાયું હતું.
રાજકોટ રેલ્વે ડીવીઝનનાં મેનેજર પરમેશ્ર્વર ફુંકવાલની ઉપસ્થિતીમાં વેબ થકી યોજાયેલ કાર્યક્રમમાં આ સન્માન પત્ર એનાયત કરાયા હતા. આ કર્મચારીઓમાં રાજકોટનાં મેલ એકસપ્રેસ ટે્રનનાં ગાર્ડ આ.એમ. સુરાણી, ચાવાવાળ ગેંગ નં. 29 – રાજકોટનાં રામજી મનજી, અને સમાવદેશ ગેટમેન ફાટક નં. 4, વણીરોડનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં અધિકારી આરાસી મીણા, એલ.એન. દહમાં અંકિતકુમાર અને સુશિલ મોહન ઉપસ્થિત રહ્યાં હતા.

રિલેટેડ ન્યૂઝ