રાજકોટમાં કોરોનાનો મૃત્યુઆંક ઘટયો, ત્રણ દર્દીના મોત

શહેરમાં 57 અને ગ્રામ્યમાં 39 મળી 96 નવા પોઝીટીવ કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા.29
રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ઉતાર ચડાવ વચ્ચે 24 કલાકમાં કોરોનાથી વધુ 3 દર્દીઓના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો શહેર-જિલ્લામાં 24 કલાકમાં 96 કેસો નોંધાયા છે મૃત્યુઆંકમાં થતા ઘટાડા સાથે પોઝિટિવ કેસોમાં ઘટાડો યથાવત રહેતા તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે.
રાજકોટ શહેરમાં કોરોનાના ઉતાર ચડાવ વચ્ચે હવે હકીકતે કોરોનાએ પોતાની પક્કડ ઢીલી પાડી હોય તેવું લાગી રહ્યું છે કોરોનાથી થતા મૃત્યુદરમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે આવી પરિસ્થતિ વચ્ચે મૃત્યુદરમાં ફરી જબરો ઘટાડો નોંધાયો છે રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં 24 કલાકમાં સારવાર લઇ રહેલા 3 દર્દીઓના જ મૃત્યુ થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મૃત્યુઆંકમાં ઉતાર-ચડાવ વચ્ચે નોંધાયેલા ઘટાડાથી આરોગ્ય તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે સાથોસાથ દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણ ઘટાડો યથાવત રહેવા પામ્યો છે રાજકોટ શહેર-જીલ્લામાં 24 કલાકમાં 96 પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં બપોરે 18 અને સાંજે 39 સહીત કુલ 57 કેસ નોંધાયા હતા જયારે જિલ્લામાં 24 કલાકમાં વધુ 39 પોઝિટિવ કેસો નોંધાયા હતા આમ શહેર-જિલ્લામાં 96 કેસ નોંધાયા છે. રાજકોટ શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

રિલેટેડ ન્યૂઝ