આજે pm મોદી સૌ પ્રથમ જશે (સ્વ.) કેશુબાપાનાં ઘરે

(પ્રતિનિધી દ્વારા)
ગાંધીનગર તા. 29
પૂર્વ નિર્ધારીત કાર્યક્રમમાં તાકીદનો ફેરફાર કરી વડાપ્રધાન શુક્રવારે ગુજરાતની મુલાકાતે આવતાંની સાથે સૌ પ્રથમ (સ્વ.) કેશુભાઇ પટેલના ઘરે શ્રધ્ધાંજલિ – સભામાં હાજરી આપશે તેમ જાણવા મળે છે. ત્યારબાદ જ બાકીનાં કાર્યક્રમો આગળ ધપાવશે.
પીએમ મોદી 30,31 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીના પ્રવાસનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે. સૌ પ્રથમ જંગલ સફારી પાર્ક જે હાલ ટ્રાઇલ રન પર ચાલે છે તેનું ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ ક્રુઝ બોટનું ઉદ્દઘાટન કરશે..બાદમાં વડાપ્રધાન ક્રુઝ બોટમાં બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની મુસાફરી કરશે. ભારત ભવનથી એકતા મોલની મુલાકાત લઈને બાજુમાં આવેલ ચિલ્ડ્ન ન્યુટ્રીશિયન પાર્કનું ઉદ્દઘાટન કરશે. ન્યુટ્રીશિયન પાર્કનું ઉદ્દઘાટન કરી તેઓ યુનિટી ગ્લો ગાર્ડનનું ઉદ્દઘાટન કરી રાત્રી રોકાણ કેવડિયામાં કરશે.
જયારે 31 ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે આરોગ્ય વનની મુલાકાત લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની પૂજા કરશે. ત્યાર બાદ પીએમ મોદી એકતા પરેડમાં હાજરી આપી દેશના સૈન્યના કરતબો નિહાળશે..ત્યાર પછી નવા નિમાયેલા આઈ એ એસ ઓફિસરો સાથે પીએમ વર્ચ્યુલ સંવાદ કરશે અને અંતમાં કેવડિયા ખાતે તળાવ નંબર 3 ખાતેથી સી પ્લેનનું ઉદ્દઘાટન કરી સી પ્લેનમાં બેસી અમદાવાદ જશે.

રિલેટેડ ન્યૂઝ