રાજકોટમાં પાન-બીડીના બાકી પૈસા માંગતા વેપારી ઉપર છરીથી જીવલેણ હુમલો

સમાધાનમાં ગયેલા કોલેજીયન યુવકને માર મારતા હોસ્પિટલમાં દાખલ

રાજકોટ તા.21
શહેરમાં મારામારીના વધુ બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં મોરબી રોડ ઉપર પાન-બીડીના બાકી પૈસાની ઉઘરાણી કરતા શખ્સે વેપારીને છરીના છ ઘા ઝીકી જીવલેણ હુમલો કરતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે જયારે ભવાનીનગરમાં સમાધાનમાં ગયેલા કોલેજીયન યુવકને છરી ઝીકી દેતા હોસ્પિટલે ખસેડાયો હતો
શહેરના મોરબી રોડ ઉપર શિવમ પાર્કમાં રહેતા અને આરએમસીમાં કોન્ટ્રાકટ બેઝમાં પોઇન્ટ તરીકે નોકરી કરતા હેમત માધાભાઇ શિયાળ નામના ભરવાડ યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષ અંગે શિવાજી પાર્ક લાલપરી નદીકાંઠે રહેતા પિન્ટુ ધીરુભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે સાંજે સંતકબીર રોડ ઉપર ભાઈની પાનની દુકાને હતો ત્યારે તેને મિત્ર વિપુલભાઈનો ફોન આવ્યો હતો અને મોરબી રોડ ઉપર જય જવાન જય કિશાન સોસાયટીમાં પાનની દુકાન ધરાવતા ભાઈ મેરુને પિન્ટુએ છરીના ઘા ઝીકી દીધા છે અને તેને ગોકુલ હોસ્પિટલે લઇ જાય છે તેવું જણાવતા તુરંત ત્યાં દોડી ગયો હતો અને મેરુને દાખલ કર્યો હતો બનાવ અંગે પૂછતાં એવું જાણવા મળ્યું હતું કે પિન્ટુના પાન-બીડીના પૈસા બાકી હોય જેની ઉઘરાણી કરતા અગાઉ ફરિયાદીના ભાઈ મેરુ અને પિન્ટુ વચ્ચે ઝઘડો થયો હતો તેનો ખાર રાખી પિન્ટુ સાંજે છરી લઈને આવ્યો હતો અને મેરુને આડેધડ છરીના 6 જેટલા ઘા ઝીકી દીધા હતા તેને બચાવવા વચ્ચે પડેલા વિપુલભાઈ ઝીંઝુવાડિયા અને યશ રંગાણીને પણ ઇજા થઇ હતી દેકારો કરતા પિન્ટુ બાઈક લઈને ભાગી ગયો હતો આ અંગે પીઆઇ એમ બી ઔસુરા અને તેમની ટીમે હત્યાની કોશિષ અંગે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે તેમજ ભવાનીનગરમાં રહેતા ગ્રેસ કોલેજમાં અભ્યાસ કરતા વિશાલ પુંજાભાઈ જાદવ નામના અનુસૂચિત જાતિના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે મિત્ર સાથે બેઠો હતો ત્યારે નજીકમા રહેતા ગીતાબેન થાપા રડતા રડતા અમારી પાસે આવ્યા હતા અને તેઓને માથાકૂટ થઇ હોય ઘરે સમાધાન માટે લોકો આવ્યા હોય મદદ કરવાનું કહેતા બંને ત્યાં ગયા હતા ત્યાં કેતન સાગઠીયા અને બીજા અજાણ્યા માણસો બેઠા હતા ત્યારે ગીતાબેનના પતિ મહેન્દ્રભાઈ ધસી આવ્યા હતા અને બધાને ગાળો ભાંડવા લાગ્યા હતા અને બધાને માર મારવા લાગ્યા હતા મને છરીના ઘા ઝીકી દેતા મારો મિત્ર વચ્ચે પડ્યો હતો અને મને ઇજા થતા નજીકના ક્લિનિકમાં સારવાર અર્થે લઇ ગયો હતો જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ વી પી આહીર અને સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી

રિલેટેડ ન્યૂઝ