અકસ્માત બાદ કાર અગનગોળો બની, બે પરિવારના 7 સભ્યો ભડથુ

ચોટીલા દર્શન કરીને પરત ફરતા ભાઇ-બહેનના પરિવારો ઉપર રસ્તામાં કાળ ત્રાટક્યો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક ડમ્પર સાથે અથડાયા બાદ ઇકો કાર સળગીને ખાખ થઇ ગઇ

(પ્રતિનિધિ દ્વારા)
વઢવાણ,તા.21
સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી નજીક માલવણ હાઇવે ઉપર ગઇકાલે રાતે એક ઇકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઇકો કાર સળગી જતા કારમાં સવાર ભાઇ- બહેનના પરિવારના સાત સભ્યો કારમાં જ ભડથુ થઇ જતા અરેરાટી ફેલાઇ જવા પામેલ છે.
મળતી વિગત મુજબ સાંતલપુરના કોરડા અને રાધવપુરના નાનપુરા ગામે રહેતા ભાઇ- બહેનના બે પરિવારના સાત સભ્યો ચોટીલા ખાતે ચામુંડા માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ કાળમુખો કાળ બે પરિવારને ભરખી ગયો હતો.
અરેરાટીભર્યા આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઇવે ઉપર સુરેન્દ્રનગર તરફ આવતું ડમ્પર અને સુરેન્દ્રનગરથી ખેરવા તરફ જતી ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે ખેરવા ગામ પાસે આવતા વળાંકમાં ઇકો કાર પૂરઝડપે આવતી હતી તે સમયે ત્યાંથી પસાર થતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી ડમ્પર સાથે ઇકો કાર અથડાતા જ કારમાં આગ લાગી હતી વહેલી સવારે આ રોડ ઉપર અવાર જવર ન હોવાના કારણે તથા ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે ઇકો કાર સળગતી રહી હતી.કાર સળગવાને લીધે 7 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા.
મૃતકોમાં સાંતલપુરના કોરડા ગામના નાઇ રમેશભાઇ મનસુખભાઇ, પત્ની નાઇ કૈલાષબેન રમેશભાઇ, પુત્રી નાઇ મિતલ રમેશભાઇ અને પુત્ર નાઇ શનિ રમેશભાઇ – તથા રાધનપુર નાનાપુરા ગામે રહેતા બનેવી નાઇ હરેશભાઇ ચતુરભાઇ તેના પત્ની નાઇ તેજશબેન હરેશભાઇ, પુત્ર નાઇ હર્ષદ હરેશભાઇનો સમાવેશ થાય છે ઘટનાને પગલે માલવણ પીએસઆઇ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ગાડીની નંબર પ્લેટ ઉપરથી તેમના પરિવારજનોની વિગત મેળવી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.
આ તમામ લોકો ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી શુક્રવારે રાત્રે પરત ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં સાતે સાત લોકો ઘરે પહોંચે તે પૂર્વે જ કાળ ભેટ્યો હતો.
અકસ્માતમાં ભોગ બનેલા લોકોના પરિવારજનોએ જણાવ્યા મુજબ રાધનપુર તાલુકાના નાનપુરા ગામના હરેશભાઇ નાયીને ચોટીલા તથા ખોડલધામના દર્શને જવું હોવાથી તેમણે તેના સાંતલપુર તાલુકાના કોરડા ગામે રહેતા બહેન તેજસબેન અને બનેવી સહીતના પરિવારને પણ નાનપુરા ગામે તેડાવ્યા હતા અને બન્ને પરિવાર હરેશ નાયીના પિતરાઇ ભાઇ પ્રવિણ નાઇની ઇકો કાર માંગી માતાજીના દર્શને ગયા હતા. ચોટીલાથી દર્શન કરી બન્ને પરિવાર નીકળ્યા તે પૂર્વે પરિવારને ચોટીલામાં જમીને રાતે ઘરે પહોંચી જશે તેવી જાણ પણ કરી હતી પરંતુ ન જાણ્યુ જાનકીનાથે કાલે શું થવાનું છે તે કહેવત મુજબ ઘરે પહોંચે તે પહેલા જ બન્ને પરિવારને કાળ ભેટી ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ હાઇવે ઉપર ભયંકર અકસ્માતમાં6 લોકો જીવતા ગાડી માં ભુજાય .. આજે વહેલી સવારે ડમ્પર તથા ઇકો કાર વચ્ચે થયેલો અકસ્માત… સુરેન્દ્રનગર જિલ્લામાં નવા વર્ષમાં અકસ્માતોની વણઝાર સતત ચાલુ છે હજી બે દિવસ પહેલાં જ વઢવાણ લખતર રોડ ઉપર લખતરના એક જ પરિવારના 4 વ્યક્તિઓનાં મોત થયાં હતાં ત્યાર બાદ આજરોજ વહેલી સવારે પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે માલવણ હાઇવે ઉપર આજે વહેલી સવારે ઈકોગાડી તથા ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત થતા ગાડી અચાનક સળગી ઉઠી હતી જેમાં સવાર પાટણ ગામના કોરડા તથા રાધનપુર ગામ નાનપુરા ગામના નાઈ પરિવારના આ લોકોના આ અકસ્માતમાં ભડથું થઈ ગયેલ હતા ઇકો કાર નંબર જીજે 24ડ્ઢ1657 તથા ડમ્પર લષ33 5959 આજે વહેલી સવારે માલવણ હાઈવે ઉપર ટકરાયા હતા ત્યારબાદ ગાડી ગાડીમાં સવાર પાટણના ના પરિવારના સભ્યો ભયંકર આગમાં સપડાઇ ગયા હતા આ આગ એટલી બધી ગંભીર હતી કે મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ બને લ હતા આકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારબાદ સ્થાનિક લોકો તથા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી આ અકસ્માતમાં રમેશભાઈ મનસુખભાઈ ઉંમર વર્ષ 36 કૈલાશબેન રમેશભાઈ ઉંમર વર્ષ 35 સનીભાઈ રમેશભાઈ નાની ઉંમર 10 શીતલબેન રમેશભાઈ ઉમર વર્ષ 5 હરેશભાઈ ચતુરભાઈ ઉંમર વર્ષ 35 સેજલબેન નરેશભાઈ નાની ઉમર 32 તથા હર્ષિલ ભાઈ હરેશભાઈ ઉંમર વર્ષ 6 નો સમાવેશ થાય છે આમ ઝાલાવાડમાં નવા વર્ષમાં કાળચક્ર ફરી વળ્યું છે.

રિલેટેડ ન્યૂઝ