જામનગરમાં 12 કેન્દ્રો પર કોવિડની નિ:શુલ્ક તપાસ

મહાપાલીકા દ્વારા આયોજન
(પ્રતિનિધિ દ્વારા)
જામનગર તા. 21
જામનગરમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધારો થતા મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર કોવિડની તપાસ નિ:શુલ્ક કરવામાં આવી રહી છે અને લક્ષણ ધરાવતા લોકોને વહેલી તકે તપાસ કરાવિ તકેદારીના પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
જામનગર મહાનગર પાલિકા હસ્તકના કુલ-12 આરોગ્ય કેન્દ્રો પર સવારે 9:30 થી 12:30 અને સાંજે 3:30 થી 5:30 દરમ્યાન કોવિડની તપાસ નિ:શુલ્ક કરવામાં આવે છે. જો આપને તાવ, શર્દી, ખાસીના લક્ષણો જણાય તો નજીકના અર્બન આરોગ્ય કેન્દ્રપર મુલાકાત લઈ કોવિડની તપાસ કરાવો અને જ્યારે આરોગ્યની ટીમ હાઉસ ટુ હાઉસ સર્વે માટે આપના ઘરની મુલાકાત લે ત્યારે સાથ સહકાર આપવા જામનગર મહાનગરપાલીકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ