સૌરાષ્ટ્ર બન્યુ જલારામમયી! જય જલ્યાણનો નાદ ગુંજયો

જલારામ બાપાની 221મી જન્મજયંતિની સાદગીપૂર્ણ ઉજવણી 
શોભાયાત્રા, ધૂન-ભજન સહિત ધાર્મિક કાર્યક્રમ અને નાત જમણ રદ
(પ્રતિનિધી દ્વારા) રાજકોટ તા. 21

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોને જીવનમંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજય જલારામ બાપાની 221મી જન્મ જયંતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કારણે સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે શોભાયાત્રા, ધૂન – ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમ અને રધુવંશી સમાજના સમૂહ પ્રસાદના આયોજનો પણ રદ કરવામાં આવ્યા હતા, અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સાદગીપૂર્ણ ઉજવણી સાથે જય જલારામનો નાદ ગુંજયો હતો.

પ્રભાસ પાટણ-પ્રભાસ પાટણ મુકામે એક લંડનનાં પરીવારે જલારામ બાપાનું મંદિર બનાવેલ છે અને 14 વર્ષથી દર જલારામ જયંતિની આસ્થાભેર ઉજવણી કરતા અને તેમની ધામધૂમથી જલારામ જયંતિની આસ્થાભેર ઉજવણી કરતા અને તેમની સાથે અમેરીકા, ન્યુઝીલેન્ડ, યુકે, પોટુગીઝ અને ભારત અને ગુજરાતમાંથી જલારામ બાપાના ભકતો પધારતા પરંતુ આ કોરોનાં મહામારીને કારણે આ વર્ષે આ લંડનથી મુંકુદભાઇ ચૂડાસમાં અને તેમનો પરીવાર તેમજ જુદા જુદા દેશોમાંથી આવતા ભકતગણ અવી શકેલ નથી.

ધોરાજી-ધોરાજીના જુનાગઢ રોડ ખાતે આવેલ લોહાણા મહાજન વાડીમાં આવેલ શ્રી જલારામ બાપાના મંદિરમાં જલારામ જયંતિ ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી. આ પ્રસંગે લોહાણા સમાજના પ્રમુખ બકુલભાઈ કોટકે જણાવેલ કે હાલમાં કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી લોકોની ભીડ ન થાય તે હેતુથી જલારામ જયંતિ સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મંદિરના પૂજારી અને કથાકાર હેમેન્દ્રભાઈ જોશી દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવેલ તેમજ ડીમ્પલ કારીયા પરિવાર દ્વારા જલારામ બાપાના વાઘાનો શ્રીંગાર કરવામાં આવ્યો હતો.

માધવપુર (ઘેડ)-માધવપુર ઘેડ માં પૂજ્ય જલારામ બાપા ની જન્મ જેન્તી નિમિતે જલારામ મંદિરે સોસીયલ ડિસ્ટન્ટ અને કોવિડ 19ની ગાઇડ લાઇન મુજબ અનકોટના દર્શન યોજવામાં આવ્યા હતા. જલારામ મંદિર ખાતે ઘેડ વિસ્તાર ના લોકોએ જલારામ બાપા ના દર્શન કરી પુણ્ય નું ભાથું બાંધ્યું હતું. મહાપ્રસાદ અને શોભા યાત્રા મોકૂક રાખવા માં આવેલ હતી.

=માણાવદર-માણાવદર માં જલારામ જયંતિ આગલા દિવસે રાત્રે દર વર્ષ ની જેમ આ વર્ષ પણ ડાંડીયા રાસ નુ આયોજન કરવા માં આવ્યુ હતુ. ઉજવણી માં 150 થી વધુ ભાવિકો એ માસ્ક, સેનેટાઈઝર સાથે સોશિયલ ડિસ્ટનશિંગ નું પાલન કરી જલારામ જયંતિ ના આગલા દિવસે રાત્રે દાંડિયા રાસ રોયલ ડી.જે. તાલે રમ્યા હતા અને ત્યાર બાદ સૌ ભાવિકો એ સોશિયલ ડિસ્ટન્સીનગ નું પાલન કરતા અલ્પાહાર લઈ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

કોડીનાર-કોડીનાર અને ઘાંટવડ ખાતે લોહાણા મહાજન દ્વારા આજે સવારે પ્રભાતફેરી કરી ધૂન કીર્તન કરી જલારામ મંદિર ખાતે ધ્વજારોહણ કર્યા બાદ અન્નકૂટ દર્શન અને મહા આરતી કરી અને કોડીનાર ખાતે સાધુભોજન કરાવ્યું જયારે ઘાંટવડ લોહાણા સમાજે જલારામ બાપા નું પૂજન કરી બ્રહ્મ ભોજન કરાવ્યુ તેમજ જ્ઞાતિ ભોજન કર્યું આ વર્ષે કોરોના મહામારી ના કારણે ઉજવણી ના અનેક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા અને સર્વે એ સાથે મળી કોરોના મહામારી માં થી દેશ ને વહેલો ઉગારવા પ્રાર્થના કરી હતી.જ

જામખંભાળિયા-સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાની 221 મી જન્મજયંતી નિમિત્તે આજરોજ ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેકવિધ ધર્મમય કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઈ, ભવ્ય ઉજવણી રદ કરવામાં આવી હતી. પરંતુ ભાવિકોએ દર્શનનો લાભ લઈ, અને જલારામ બાપાની ભક્તિ કરી હતી. રઘુવંશી જ્ઞાતિના પુજનીય અને સંત શિરોમણી એવા પુજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે આજે ખંભાળિયા શહેરમાં સવારથી જ ધર્મમય માહોલ છવાયો હતો. અહીંના સુવિખ્યાત જલારામ મંદિર ખાતે ધ્રુવી ઠકરાર, અંજલી દાવડા, જાહ્નવી દાવડા, નેહાલીબેન પોપટ, ચર્મી ઠકરાર, તથા ભક્તિ ઠકરાર દ્વારા સતત આઠ કલાકની જહેમતથી પુજ્ય જલારામ બાપાની વિશાળ અને આકર્ષક રંગોળીએ ભાવિકોમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

વેરાવળમાં જલારામ બાપાના મંદિરે ધાર્મિક કાર્યક્રમો-h¡fphm :વેરાવળ : વેરાવળ શહેરમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 2ર1 મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે જલારામ બાપાના મંદિરે અન્નકોટ સહીતના ધાર્મીક કાર્યક્રમોનું આયોજન સરકારની ગાઇડ લાઇનની અમલવારી સાથે કરવામાં આવેલ જેનો ભકતજનોએ લાભ લીધેલ હતો. વેરાવળમાં મોટી શાક માર્કેટ વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે સવારના પ્રાત:કાલથી દર્શન શરૂ થયેલ તેમજ અન્નકુટદર્શન સાથે જુદા-જુદા ઉભા કરાયેલા ફલોટસે આકર્ષણ જમાવેલ હતું. મંદિરે સરકારની ગાઇડ લાઇન મુજબ દર્શનાર્થીઓને સોશ્યલ ડીસ્ટન્સ સાથે જોવા મળેલ અને પૂ.જલારામબાપાનું પૂજન-અર્ચન તેમજ ધ્વજારોહણ બાદ રાજભોગ અને સાંજે મહાઆરતી નાસીક ઢોલના તાલે યોજાયેલ તથા ભગવાન સત્યનારાયણની કથા સહીતના ધાર્મીક કાર્યક્રમો યોજાયેલ હતા. આ ઉપરાંત વેરાવળ શહેરના ડાભોર રોડ ઉપર રઘુવંશી પરીવાર ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલ જલારામ મંદિરે જલારામ જયંતિના દિને આજે સવારે જલારામ બાપાનું પૂજન અર્ચન તેમજ અન્નકોટ દશર્નનું આયોજન કરાયેલ જેમાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી લીલાભાઇ વિઠલાણી સહીતના ટ્રસ્ટીઓ, યુવાનો અને સ્થાનિક રહેવાસીઓએ લાભ લીધેલ હતો.

કેશોદ-કેશોદ શહેરમાં દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવતી જલારામ જન્મ જયંતિની ઉજવણી કોરોના મહામારી વચ્ચે સાદગીભરી ઉજવવામાં આવી હતી. 221મી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે કેશોદ લોહાણા મહાજન દ્વારા કોરોના મહામારી વચ્ચે સાદગીભરી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. કેશોદ લોહાણા મહાજન વાડી ખાતે જલારામ બાપાની પ્રતિકૃતિનું શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજન અર્ચના કરવામાં આવ્યું હતું. કેશોદ શહેરમાં દર વર્ષે નીકળતી ભવ્ય શોભાયાત્રા અને સમુહ પ્રસાદીનું આયોજન કોરોના મહામારીને કારણે રદ્ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેશોદ લોહાણા મહાજન, કેશોદ રઘુવંશી સોશ્યલ ગ્રુપ અને કેશોદ લોહાણા મહિલા મંડળ દ્વારા શહેરમાં વસતા પંદરસો જેટલા રઘુવંશી લોહાણા પરિવારજનોને ઘરે ઘરે પ્રસાદની કીટ પહોંચતી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદ શહેરમાં લોહાણા મહાજન દ્વારા કોરોના મહામારી વચ્ચે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી, 221મી જલારામ બાપાની જન્મ જંયતિ ઉજવવામાં આવી હતી. કેશોદ લોહાણા મહાજન દ્વારા સાદગીભરી ઉજવવામાં આવેલ જલારામ જયંતિમાં એડવોકેટ અને નોટરી હિડોચા અને ભીખુભાઈ ગોટેચા સહિતના આગેવાનો, યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

વાંકાનેર-વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના માર્કેટ ચોકડમાં સમસ્ત રધુવંશી પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની ઝુપડી ઉભી કરી ભકિતભાવથી બાપાની 221મી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. વાંકાનેર સમસ્ત લોહાણા સમાજ દ્વારા પૂજય જલારામબાપાની પુરાકદની મૂર્તી પાસે સવારે 10 વાગ્યે જ્ઞાતિના મોભી જીતુભાઇ સોમાણી, લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખેણી, મંત્રી લલિતભાઇ પૂજારા, હવેલીના પ્રમુખ ગુલાબરાય સુબા, યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા, ઉપપ્રમુખ બટુકભાઇ બુધ્ધેદેવ, રધુવંશી સોશ્યલ ગૃપના ઉપપ્રમુખ અમિત સેજપાલ, રાજ સોમાણી, સમીર કટારીયા, સંજય જોબનપુત્રા સહીતના અગ્રણીઓના હસ્તે દીવપ પ્રગાટ્ય બાદ પુ.જલારામ બાપાની ભાવ વંદના અને જય જય કાર કરી ગરમા ગરમ બુંદી અને ગાઠીયાનો પ્રસાદનું હજ્જારો લોકોને વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં વાંકાનેર નગરપાલીકાના પ્રમુખ રમેશભાઇ વોરા, ચીરાગ સોલંકી પણ સેવા જોડાયા હતા. સીટી સ્ટેશન રોડ ઉપર અંબીકા સ્વીટ પાસે સંજયભાઇ મજીઠીયા અને મુન્નાભાઇ કારીયાની ટીમ દ્વારા પણ હજારો લોકોને બુંદી – ગાઠીયાના પ્રસાદનું વિતરણ કર્યુ હતું. શ્રી ફળેશ્ર્વર મહાદેવ મંદિરે પૂ. જલારામ બાપાની દિવ્ય પ્રતિમાનું પણ લાખાણી પરિવાર દ્વારા પુજન કરવામાં આવેલ. દામનગરમાં સંત શિરોમણિ જલારામ બાપાની 221 મી જલારામ જયંતિની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવેલ. તેમજ કોરોના ને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડીસ્ટન અને સેનેટાઈઝરનો ઉપયોગ કરીને દર્શન અને આરતીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

મોરબી-મોરબીમાં જલારામ મંદિરે દર વર્ષે વિશિષ્ટ વ્યક્તિના હસ્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવે છે હાલ કોરોના મહામારી ચાલી રહી છે જેમાં કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરનાર ફાયર વિભાગની ટીમની કામગીરીને બિરદાવવા ફાયર વિભાગના જવાનોના હસ્તે કેક કટિંગ કરવામાં આવી હતી તે ઉપરાંત સવારે પ્રભાતધૂન, મહાઆરતી, અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જલારામ જયંતી નિમિતે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, રુચિરભાઈ કારિયા સહિતના અગ્રણીઓએ પણ જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા જલારામ પ્રાર્થના મંદિરના નીર્મીતભાઈ કક્કડ, ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

તાલાલા (ગીર)-ગીરના પાટનગર તાલાલા શહેરમાં પૂજય જલારામ બાપાની 221મી જન્મજયંતી ભારે ભકિતભાવપૂર્વક ઉજવણી હતી. આ પ્રસંગે મંદીરમાં પૂ. જલારામ બાપાને છપ્તનભોગ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્તમાન પરીસ્થિતી ધ્યાને લઇ નગર શોભાયાત્રાને બદલે શોભાયાત્રાએ માત્ર મંદીરને પ્રદક્ષીણા કરી હતી. જલારામ મંદીરે અન્નકોટના દર્શન દરમ્યાન ભાવિકોને પેકેટમાં તૈયાર કરેલ ગુંદી ગાઢીયાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સાંજે 6 કલાકે જલારામ મંદીર તથા લોહાણા મહાજન વાડીમાં પૂ. જલારામ બાપાનું પૂજન તથા મહા આરતી સાથે જલારચામ બાપાનો જન્મોત્સવની ઉજવણી રંગે ચંગે સંપન્ન થઇ હતી. આ કાર્યક્રમમાં રધુવંશી પરીવારો ઉપરાંત જલારામ બાપાના ભકતોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

દિવ-સૌરાષ્ટ્રભરમાં જલારામ જયંતિની ઉજવણી ઉત્સાહ થી કરવામાં આવે છે. દીવમાં પણ કોરોના મહામારીના કારણે સાદગીથી ઉજવણી કરવામાં આવી શ્રધ્ધાળુઓ દ્વારા કેક અને ભજન કિર્તન કરી જંયતિની ઉજવણી કરી

ડોળાસા-કોડીનાર તાલુકાના ના ડોળાસા ગામે જલારામ બાપા ની 221 મી જન્મ જયંતી સાદાઈ થી ઉજવવા માં આવી હતી..સંત શિરોમણી પુજ્ય જલારામ બાપા ની 221 મી જન્મ જયંતી ની ..ડોળાસા લોહાણા સમાજ દ્વારા સ્થિતિ ને અનુલક્ષી ને જલારામ બાપા ની જન્મ જયંતિ સાદાઈ થી ઉજવવા માં આવી હતી..સીમિત ભક્તો સાથે બાપા ની પાલખી કાઢવા માં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ