સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાથી 7 દર્દીના મોત: 237 નવા કેસો

રાજકોટમાં 5, જામનગર અને ભાવનગરમાં 1-1 દર્દીએ દમ તોડયા

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા. 22
સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાએ દિવાળીના પર્વ બાદ કોરોનાની રફતાર તેજ બની હોય તેમ વધુ 7 દર્દીના મોત નિપજતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. જેમાં રાજકોટમાં 5, જામનગરમાં અને ભાવનગરમાં 1-1 દર્દીએ સારવારમાં દમ તોડ્યા છે. જ્યારે દિવાળી બાદ ફરી સંક્રમણ વધતા 24 કલાકમાં 237 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં 145, જામનગરમાં 40, ભાવનગરમાં 23, જૂનાગઢમાં 27, અમરેલીમાં 17, બોટાદમાં 3, ગીર સોમનાથમાં 14,દેવભૂમિ દ્વારકામાં 4, મોરબીમાં 15, સુરેન્દ્રનગરમાં 16 અને કચ્છમાં 31 લોકો કોરોના સંક્રમિત થયા છે. દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ અને – મૃત્યુઆંકમાં ઉછાળો આવતા લોકોમાં ભય અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
જામનગર જિલ્લો
જામનગર શહેર અને જિલ્લાના કોરોના ના મૃત્યુનો દર માં આજે ઘટાડો નોંધાયો છે.જોકે નવા દર્દીઓ નો આંક યથાવત્ જળવાઈ રહ્યો છે. જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં
છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના ના કારણે એક દર્દી નું મૃત્યુ
નિપજયુ છે.
જામનગ જિલ્લામાં નવા કુલ 40 કેસ નોંધાયા છે.જેમાં શહેરી વિસ્તાર ના 25 અને ગ્રામ્ય વિસ્તાર ના 15 કેસ નો સમાવેશ થાય છે.જ્યારે કુલ 28 દર્દીઓને રજા મળી છે. જેમ જામનગર શહેરના 20 દર્દીઓ અને ગ્રામ્યના 8 દર્દીઓને રજા મળી છે.
જામનગર જિલ્લામાં સરકારી ચોપડે છેલ્લા દોઢ મહિનાથી કોરોના પોઝિટિવ 35 દર્દીઓના મૃત્યુ થયા નું જાહેર કરાઈ રહ્યુ છે. જોકે સરકારી જી.જી.હોસ્પિટલમાં કોવિડ અને નોન-કોવિડ સહિત 895 થી વધુ દર્દીઓના મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે. જામનગર જિલ્લા માં ફુલ 2,28,526 લોકોનું કોરોના પરીક્ષણ કરવા માં આવ્યું છે, જેમાં જામનગર શહેરના 1,07,889 જ્યારે ગ્રામ્યના 1,20,637 લોકો નો સમાવેશ થાય છે.
જામનગર જિલ્લામાં એક્ટિવ કેસમાં જોઈએ તો જામનગરની જી.જી.હોસ્પિટલમાં આજની સ્થિતિ એ જામનગર શહેરના 60 અને ગ્રામ્યના 65 મળી કુલ 125 એક્ટિવ કેસ છે.આમ જામનગર માં એક્ટિવ કેસ ની સંખ્યા સતત વધી રહી છે.
ભાવનગરમાં 1 મોત
ભાવનગર જિલ્લામા આજરોજ 23 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 5,056 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 13 પુરૂષ અને 7 સ્ત્રી મળી કુલ 20 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં મહુવા ખાતે 2 તથા મહુવા તાલુકાના નૈપ ખાતે 1 કેસ મળી કુલ 3 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના 11 તેમજ તાલુકાઓના 1 એમ કુલ 12 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ તળાજા તાલુકાના દાઠા ગામ ખાતે રહેતા 1 કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા 5,056 કેસ પૈકી હાલ 57 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,923 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.
જૂનાગઢ જિલ્લો
જૂનાગઢ શહેરના 12 સહિત જૂનાગઢ જિલ્લાના 20 વ્યક્તિઓ કોરોના પોઝેટીવ જાહેર થતાં તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતાના જણાવ્યા અનુસાર આજ સાંજ સુધીના 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરમાં 12 દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, આ સિવાય જૂનાગઢ ગ્રામ્યના 2, કેશોદના 8, મેંદરડાનાં 1, માંગરોળ ના 1, વંથલીના 3 અને વિસાવદરના 1 વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. જ્યારે કોરોના ની સારવાર લઈ રહેલા પૈકી જિલ્લાના 10 દર્દીઓને આજે ડિસચાર્જ કરવામાં આવ્યા હતા.
દ્વારકા જિલ્લો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ રવિવારે પણ કોરોનાનો આકડો યથાવત રહ્યો છે. ખંભાળિયાના બે તથા કલ્યાણપુર અને ભાણવડના એક એક મળી કુલ ચાર નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે પણ એકેય દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી. જિલ્લામાં હાલ એક્ટિવ કેસનો આંક 46 સુધી થયો છે.

રિલેટેડ ન્યૂઝ