મોરબીમાં યુવક જાત જલાવી સળગતી હાલતમાં હોસ્પિટલમાં પહોંચ્યો : મોત

તબીબોએ પ્રાથમિક સારવાર આપી રાજકોટ હોસ્પિટલમાં રિફર કર્યો, સારવાર દરમિયાન દમ તોડી દીધોતબીબોએ

(પ્રતિનિધી દ્વારા)
મોરબી તા. 22
મોરબીની સિવિલ હોસ્પિટલમાં એક યુવક સળગતી હાલતમાં આવી જતાં દોડધામ મચી ગઇ હતી. તબીબોએ યુવકની સારવાર ચાલુ કરી પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યો હતો. જયા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબીની સિવિલ હોસ્પિટલમાં ગત તા.19 ના રાત્રીના લગભગ નાની વાવડી ગામનો મનોજ જગદીશભાઈ નાગલા નામના 35 વર્ષના યુવક પ્રથમ હોસ્પિટલની અંદર પ્રવેશ્યા હતા. બાદમાં બહાર તેઓએ ઝલદ પ્રવાહી છાંટીને જાત જલાવી હતી અને તેઓ સળગતા સળગતા હોસ્પિટલની અંદર આવ્યા હતા.જેથી હોસ્પીટલના સ્ટાફ અને સામાજિક કાર્યકરોએ એ આ યુવકના શરીરે લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ડોકટરો એની તરત સારવાર શરૂ હતી. યુવાનની હાલત અતિ ગંભીર હોય જેથી રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિણિતાને ફાંસો ખાઇ આપઘાત
મોરબીના રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ હીરાભાઈ મકવાણા (ઉ.50)એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે તો આધેડના મૃત્યુને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિણીતાનો આપઘાતનો પ્રયાસો
મોરબી રાજકોટ હાઈવે પર આવેલ વિરાટ હોટલ નજીક રહેતી યોગીતાબેન રાહુલભાઈ ટુડીયા (ઉ.22) એ પોતાના કોઈ કારણોસર ચુદડી વડે ગળેફાંસો ખાઈ લેતા ગંભીર ઈજા થતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી તો પરિણીતાના લગ્નને 1 વર્ષ જેટલો સમય થયો હોય અને સંતાન ન હોવાની માહિતી પોલીસ પાસેથી મળી હતી. પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.
બાઇકની ઉઠાંતરી
મોરબીના ક્ધયા છાત્રાલય રોડ પર આવેલ અવધ સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ગોરધનભાઈ સાવરિયા (ઉ.34) એ તેનું મોટર સાઈકલ સ્પેન્ડર પ્લસ મોડલ 2020 કીમત રૂ.60,000 વાળું કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

રિલેટેડ ન્યૂઝ