ભાટિયાના વેપારી યુવાનને મારી નાખવાની ધમકી: ચાર શખ્સો સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. 22
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ધરમશીભાઈ મનજીભાઈ નકુમ નામના 40 વર્ષીય દ્વારા વેપારી યુવાન ભાટીયાની મેઈન રોડ ઉપર આવેલી બજારમાં પાન ખાવા માટે ગયા હતા, ત્યારે આ સ્થળે મોટર સાયકલનું હેન્ડલ અડી જવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી અને ભાટીયા ગામના અભીભાઈ મોદી તથા લખમણ ગઢવી અને નંદાણા ગામના ભાવેશ ચાવડા અને દિનેશ ચાવડા નામના ચાર શખ્સોએ ફરિયાદી ધરમશીભાઈ ઉપર પાઇપ વડે હુમલો કરી, ઢિકા પાટુનો માર મારી અને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 324, 323, 504, 506 (2), તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
મીઠાપુરમાં પરિણીતાને ત્રાસ
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ખાતે રહેતા રાણસુર નારણભાઈ ચાસીયા નામના 38 વર્ષના શખ્સ દ્વારા તેમની હાલ આંબરડી ખાતે રહેતી પત્નિ અને નાથાભાઈ ચકુભાઈ સાદીયાની પુત્રી એવી રંજનબેન (ઉ.વ. 30) ને તેના લગ્નજીવનના એક બાદ વર્ષના સમયગાળા પછીથી અવારનવાર શારિરીક અને માનસિક રીતે દુ:ખ- ત્રાસ આપીને મારકૂટ કરતા આ સમગ્ર બનાવ અંગે મહિલા પોલીસે આરોપી પતિ સામે આઈ.પી.સી. કલમ 498 (એ), 323, તથા 504 મુજબ ગુનો નોંધ્યો છે.
ગોરીયાળી ગામે જુગાર રમતા સાત ઝડપાયા
ઓખામંડળના મીઠાપુર તાબેના ગોરીયાળી ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જશરાજભા તોર્યાભા માણેક, કારાભા પુંજાભા, અનિલ બાબુલાલ, બાલુભા કારૂભા, ઘનશ્યામ ગોપાલદાસ, પુંજાભા અજુભા, અને ભીખુભા અજુભા માણેક નામના કુલ સાત શખ્સોને ઝડપી લઈ, રૂ. 5790 નો મુદ્દામાલ કબજે કરી અને જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ