કચ્છના રાતડિયામાંથી 2.70 લાખનો ગેેરકાયદે કોલસો ઝડપાયો

900 બોરી કોલસો મળ્યો
(પ્રતિનિધી દ્વારા) ભુજ તા. 22
નખત્રાણા તાલુકાનાા રતડિયા ગામેથી પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બિલ કે આધાર પુરાવા વિનાનો 2.70 લાખનો ગેરકાયદેસર કોલસો ઝડપી પાડયો હતો. એલસીબીએ કરેલી કાર્યવાહી બાદ નખત્રાણા પોલીસ તેમજ વનતંત્રને રિપોર્ટ કરાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઇ.જી.પી. જે.આર. મોથલિયા તેમજ પશ્ર્ચિમ કચ્છ એસપી. સૌરભસિંઘની સૂચનાથી એલસીબીનો સ્ટાફ બાવળના લાકડામાંથી ફોરેસ્ટ વિભાગની મંજુરી વિના કોલસો બનાવવાની ચાલતી પ્રવૃતિ પર અંકુશ મેળવવા પેટ્રોલીંગ્માં હતો. તે દરમ્યાન એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે નખત્રાણા તાલુકાના રતડિયા ગામે રહેતા સોયબ મામદ ચાકી પોતાના કબ્જા ભોગવટાના વાડામાં બાવળના લાકડામાંથી કોલસો બનાવીને રાખ્યો છે. જે બાતમીના આધારે એલસીબીના સ્ટાફે વર્કઆઉટ કરી રેડ કરતા આરોપીના કબજામાંથી 2 લાખ 70 હજારની કિંમતનો 900 બોરી કોલસો મળી આવ્યો હતો. પોીલસ કોલસાનો જથ્થો હસ્તગત કરી ફોરેસ્ટ વિભાગ તેમજ નખત્રાણા પોલીસ રિપોર્ટ કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ