મોરબીમાં ઠેર – ઠેર ઉભરાતી ગટરોથી પ્રજા પરેશાન

લોકોએ જાતે જ ગટરની સફાઇ કરવી પડી

(પ્રતિનિધી દ્વારા) મોરબી તા. 22
મોરબીમાં પાલિકાની બેદરકારી ને લીધે ઉભરાતી ગટરની સમસ્યાએે ઠેર ઠેર ગંદકીના ગંજ કરી નાખ્યા છે અને ઠેર ઠેર ગટર ઉભરાવવાની સમસ્યા હોવા મળી રહી છે જેથી લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે. ગટરની સમસ્યા ઉકેલવામાં ઢીલ રાખનાર તંત્ર પર હવે લોકોનો ભરોસો રહ્યો નથી અને અપના હાથ જગન્નાથની ઉક્તિને સાર્થક કરતા હોય તેમ લોકોને જાતે ઉભરાતી ગટરની સફાઈ કરવી પડી છે
મોરબી નગરપાલિકાના અણઘડ વહીવટને કારણે પ્રજાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે લોકો પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી જેથી હવે લોકો પાલિકાએ રજૂઆત કરવાના બદલે પોતાની સમસ્યાનો પોતે જ હલ લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે સાવસર પ્લોટમાં ઉભરાતી ગટરની લીધો વેપારીઓ પરેશાન હોય જેથી તેઓએ દુકાનની બાજુમાંથી પસાર થતી ગટરનું પાણી જાતે જ કાઢવાનો શરૂ કર્યા છે જેથી હવે તંત્ર જાગૃત બની અને પ્રજાના પ્રશ્નો ઉકેલ લાવવો જોઈએ તેવી માંગ વેપારીઓ અને રહીશો કરી રહ્યા છેઆ અંગે મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા નો ફોન પર સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે સવસાર પ્લોટ માં આવેલી ભૂગર્ભ ગટર લાઇનમાં સમસ્યા છે અને તે અમારા ધ્યાનમાં છે વર્ષ 2015 માં મોરબી નગરપાલિકા વિસ્તારમાં સમાયેલા તેમજ જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની સમસ્યા જે વિસ્તારોમાં છે તેના માટે નવી લાઈન ની મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને વહેલી તકે પ્રજાને સમસ્યાનો ઉકેલ લાવવા માટે પૂરતા પ્રયાસો તંત્ર કરી રહ્યું છે પણ આ ઉકેલ ક્યારે આવે તે પણ જોવાનું રહ્યુ. તેમ લોકો ચર્ચા કરી રહ્યાં હતા.

રિલેટેડ ન્યૂઝ