આજે દેવ દિવાળી : તુલસી વિવાહ

રાજકોટ તા. 24
કારતક શુદ અગીયારશને બુધવારે (તા.25-11-20) દેવ દિવાળી છે દેવ દિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે.
દેવ દિવાળીના દિવશથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુહશાંત થાય છે. એવી માન્યતા છે શાસ્ત્રી રાજદીફપ જોશી ના જણાવીયા પ્રમાણે આ દિવશે ઉપવાસ કરવાથી એક હજાર અશ્ર્વમેઘ પરી નું ફળ મળે છે તથા સો રાજસુય યજ્ઞ કર્યાનું ફળ મળે છે. તથા બધાજ પાપોનાશ પામે છે દેવ દિવાળીના દિવશે ખાસ કરીને તુલસી પુજાનું તથા શાલિગ્રામની પુજાનું મહત્વ વધારે છે સવારના સમયે તુલસીજી સાથે શાલિગ્રામ રાખી તુલશીજીને ચુંદડી ઓઢાડી પોતાના આંગણા અથવા અગાસી ઉપર રાખવા તેના ઉપર શેરડીના સાંઠા નો માંડવો કરવો ભગવાનને કુદરતી લીલો મંડપ કરતો હોવા થી શેરડીનો માંડવો જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તે ઉપરાંત શેરડી ધરાવામાં આવે છે શેરડી માં ગળપણ હોવાથી તુલસી વિવાહ કરવાથી દાંમ્પત્ય જીવનમાં પણ મીઠાસ આવે છે.
અષાઢ સુદ અગીયારશના દિવશથી દેવતાઓ પોઢી જાય છે. અને દેવ દિવાળીના દિવસથી દેવતાઓ જાગે છે આથી આ દિવશ બાદ લગ્ન જેવા શુભ પ્રસંગોની શરૂઆત થશે દેવ દિવાળીના દિવશે શાલિગ્રામ ઉપર વિષ્ણુંસહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસી પત્ર ચડાવવા ઉત્તમ છે.
તુલસી વિવાહ માટે જો શુભ સમય સાંજે પ્રદેશ કાળનો સાંજના 6:01 થી 8:38 શુધીનો છે. તુલશી વિવાહ કરવાથી ઘરમાં સુખશાંતિમાં વધારો થાય છે અને દામ્યત્ય જીવનમાં મીઠાસ આવે છે. જે કોઈ કુવારી ક્ધયા મૃત્યું પામી હોય તો તેની પાછળ પણ તુલશી વિવાહ લોકો કરાવતા હોય છે

રિલેટેડ ન્યૂઝ