કોરોનાની વિધિવાળા બાપુને થઇ ઉપાધિ !

(પ્રતિનિધિ દ્વારા)
મહેસાણા તા.2
કોરોના વાયરસની મહામારીના કાળમાં કેટલાક તત્ત્વો અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે. મહેસાણામાંથી આવી જ એક અંધશ્રદ્ધાનો પર્દાફાશ થયો છે. કોરોના કાળમાં કોરોનાની વિધિ કરી આપનાર દાવો કરનાર વ્યક્તિ ખૂલો પડી ગયો છે. મહેસાણાના વિસનગરના બળદેવદાસ બાપુ નામના વ્યક્તિએ અખબારમાં એવી જાહેરાત છપાવી અંધશ્રદ્ધા ફેલાવી હતી.
કોરોના વાયરસના વધી રહેલા કેસના માહોલમાં લોકોને જાગૃત કરવાના બદલે કેટલાક તત્ત્વો લોકોને અંધશ્રદ્ધાના માર્ગે દોરી રહ્યા છે. આવા લોકોએ કોરોના નામે બીજાને મર્ખ બનાવવાનું શરૂ કર્યું છે. મહેસાણાના વિસનગરની શિરડીનગર સોસાયટીમાં રહેતા ઢોંગી બળદેવદાસે એક સ્થાનિક અખબારમાં કોરોનાની વિધિ કરાવો અને કોરોના ભગાવો એવી જાહેરાત છપાવી હતી. ગુરૂમહારાજના પગલાં પડાવો અને વિધિ કરાવો, જો પછી તમારા ઘરમાં કોરોના આવશે તો બળદેવદાસ બાપુની જવાબદારી. આ માટે તેણે એક નંબર અને દુકાનનું સરનામું પ્રકાશિત કરાવ્યું હતું. જોકે, મીડિયા ટીમે આ વ્યક્તિને ખુલો પાડી દેતા સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. આ પર્દાફાશ થતા હવે પિતા અને પુત્ર બંને માફી માગી રહ્યા છે. બળદેવે એવું પણ કહ્યું કે, એક સાધુના કહેવાથી આવું કર્યું હતું. હવે તે કહે છે કે, આવા કોઈ સાધુને હું ઓળખતો નથી.

રિલેટેડ ન્યૂઝ