ફોન-રોકડ સહીત 16 હજારનો મુદામાલ કબ્જે કરતી પોલીસ
(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા,2
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એ ડિવિઝન પોલીસે યાજ્ઞિક રોડ ઉપરથી એક સોની શખ્સને ફોનમાં ડાયમંડ આઈડી ઉપર તીનપતિનો જુગાર રમતા ઝડપી લઇ રોકડ-ફોન સહીત 16 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે
શહેરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એ ડિવિઝન પીઆઇ સી જી જોષીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે એમ ભટ્ટ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન હારૂનભાઇ ચાનીયા અને રામભાઈ વાંકને મળેલી ચોક્કસ બાતમી આધારે બી વી ગોહિલ, ડી બી ખેર, વિરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઈ સાવલિયા, નરેશકુમાર ઝાલા અને મેરૂભા ઝાલાને સાથે રાખીને યાજ્ઞિક રોડ ઉપર આવેલ રામકૃષ્ણ ડેરી પાસે દરોડો પાડી ફોનમાં ડાયમંડ આઈડીમાં ઓનલાઇન તીનપતિનો જુગાર રમતા સોની બજારના સાવન હરેશભાઇ ધોળકિયા નામના શખ્સને ઝડપી લઇ રોકડા 1 હજાર અને 15 હજારનો ફોન કબ્જે કર્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી