સાંસદ અભયભાઈ ભારદ્વાજની ખોટ હંમેશા સાલશે: અગ્રણીઓ

કોઈપણના સામાજીક, પારિવારીક કે આર્થિક પ્રશ્ર્ન હોય હંમેશા તેમણે ઉકેલ્યા છે

ભારતીય જનતા પાર્ટીએ એક સંનિષ્ઠ, કાર્યકર્તા ગુમાવ્યા

રાજકોટ તા,2
ગુજ2ાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે2મેન ધનસુખ ભંડે2ી, શહે2 ભાજપ પ્રમુખ કમલેશ મિ2ાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠા2ી, કિશો2 2ાઠોડે 2ાજયસભાના સાંસદ, પ્રખ2 ધા2ાશાસ્ત્રી અને ભા2તીય જનતા પાર્ટીના પીઢ નેતા અભયભાઈ ભા2ધ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘે2ા શોકની લાગણી વ્યક્ત ક2તા જણાવેલ કે અભયભાઈ ભા2ધ્વાજ સૌને સાથે 2ાખી ચાલના2 સ2ળ સ્વભાવના માલિક હતા તેમજ વર્ષ્ાોથી જનસંઘના એક કાર્યર્ક્તાથી શરૂ ક2ીને જનતા મો2ચાના ગુજ2ાત પ્રદેશના મહામંત્રી, જનતા પાર્ટી, 2ાજકોટ શહે2ના મહામંત્રી, જનતા યુવા મો2ચાના 2ાષ્ટ્રીય કા2ોબા2ીના સમિતિના સભ્ય અને 2ાજયસભાના સાંસદ ત2ીકેની તેમની જીવનયાત્રા દ2મ્યાન અનેકવિધ કાર્યર્ક્તાઓને તેમનું માર્ગદર્શન મળ્યુ છે. તેમજ ભા2તના કાયદા પંચના સદસ્ય ત2ીકે યોગદાન પૂરૂ પાડેલ અને પ્રિઝાઈડિંગ અધિકા2ી, કેન્દં સ2કા2ના ઔદ્યોગિક ટ્રિબ્યુનલના પદ માટે પસંદગી માટે સર્ચ-કમ- પસંદગી સમિતિના સભ્ય ત2ીકે પણ જવાબદા2ી સંભાળેલ.

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.2
સાંસદ, ધારાશાસ્ત્રી, સમાજ સેવક એવા અભયભાઈ ભારદ્વાજનું નિધન થતા સામાજીક અગ્રણીઓ રાજનેતાઓ, શિક્ષણવિદ વગેરે અગ્રણીઓએ તેમની શ્રધ્ધાંજલી અર્પી છે.


જજ પ્રફુલ્લભાઈ ગોકાણી
ધારાશાસ્ત્રી અભયભાઈને શ્રધ્ધાંજલી અર્પતા મહેસાણાના ડીસ્ટ્રીક જજ શ્રી પ્રફુલ્લભાઈ ગોકાણીએ જણાવ્યું હતું કે, તેમણે તેમના સાથીમિત્રો-વકીલો અને દરેક વ્યકિતને આગળ કર્યા છે-મોટા કર્યા છે. 300થી વધુ જૂનિયર વકીલો તૈયાર કર્યા હતા.
કાયદાના તેઓ અચ્છા જાણકાર હતા. અનેક મોટા કેસ તેમણે જીત્યા છે અને તેમના માર્ગદર્શનમાં કામ કરી ચુકેલા વકીલો આજે જુનિયર સેશન્સ જજ, સરકારી વકીલ બની ગયા છે. સાથો સાથ કોઈપણ વ્યકિત આવે અને તેમનો કોઈપણ પ્રશ્ર્ન હોય હંમેશા ઉકેલતા પછી તે સામાજીક પ્રશ્ર્ન હોય, નાણાકીય હોય કે પછી પારિવારીક બાબત હોય.
તેઓ બહુ મુખી પ્રતિભા ધરાવતા હતા અને દરેક ક્ષેત્રના જાણકાર તેનો ઉકેલર હતા. કાયદામાં તેઓ અતિ માહીર હતા. સબ દુ:ખ કી એક દવા અભયભાઈ હતા. તેમની ખોટ હંમેશા સાલશે એમ અંતમાં જજશ્રી પ્રફુલ્લભાઈ ગોકાણીએ કહયું હતું.
બાર એસો. દ્વારા રેફરન્સ
રાજકોટ બાર એસોસીએશનના બકુલભાઈ રાજાણીની એક યાદી અનુસાર, આવતીકાલ તા.3/12ના રોજ 12 વાગ્યે રાજકોટ કોર્ટ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે અભયભાઈ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પવા રેફરન્સ રાખેલ છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલ
સાંસદ અભય ભારદ્વાજને શ્રધ્ધાંજલી પાઠવતા ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું કે અભયભાઈ ભારદ્વાજના નીધનથી ઘેરા શોકની લાગણી અનુભવું છું. અભયભાઈ ભારદ્વાજ મારા યુવા મોરચાના સાથીદાર સૌરાષ્ટ્ર યુવા મોરચાના મારી સાથેના સ્થાપક અને જ્યારથી એ જનસતા પ્રેસની અંદર એક રિપોટર તરીકે નોકરી કરતા હતા ત્યારથી અમારા બન્નેની મિત્રતા અમે સૌરાષ્ટ્ર યુવા મોરચાની રચના કરી, યુવા મોરચાની રચના કર્યા પછી ગુજરાત પ્રદેશ યુવા મોરચાની રચના થઈ એમાં અભયભાઈ ભારદ્વાજ મહામંત્રી અને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે અમે સાથે કામગીરી કરી વર્ષો સુધી અમારી ‘બે બળદની જોડી કોઈના શકે તોડી’ એ પ્રકારનું અમારા માટે સૂત્ર ચાલતુ હતું. જે તે વખતે આવી અમારી એક મિત્રની જોડી આજે ખંડિત થઈ છે એનું મને ખુબ જ દુ:ખ છે
કલ્પક ત્રિવેદી
અભય ભારદ્વાજને અંજલી અર્પતા કલ્પકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 1977માં પાર્ટીના રાષ્ટ્રીય કક્ષાએ સૌ પ્રથમ રાજ્યમાંથી રાજકોટમાં કામ કરનાર યુવાનેતા અભયભાઈ હતા. તેમણે સુંદરસિંહ ભંડારી, નાનાજી દેશમુખ જેવા દિગ્ગજ નેતાઓ સાથે કામ કર્યું હતું અને તેઓએ રાષ્ટ્રીયકક્ષાના યુવાનેતા તરીકે નામના મેળવી હતી.
બ્રહ્મસમાજ
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં માર્ગદર્શન અને રાજયસભાના સાંસદ, પ્રખર ધારાશાસ્ત્રી એવા અભયભાઈ ભારદ્વાજનું દુ:ખદ અવસાન થતા ભારે શોકની લાગણી વ્યકત કરતા સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ છૈલભાઈ જોષી, પ્રવકતા જયંતભાઈ ઠાકર અને સમગ્ર મીડીયા ઈન્ચાર્જ હરેશભાઈ જોષીએ તેમને અશ્રુભીની શોકાંજલી પાઠવતા જણાવ્યું હતું કે રાજયસભાના સાંસદ, ભારતીય જનતા પાર્ટીના પીઢ અગ્રણી, શહેરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના માર્ગદર્શન અભયભાઈ ભારદ્વાજ વર્ષોથી બ્રહ્મસમાજના માર્ગદર્શક તરીકે હમેશા સમાજના પ્રશ્ર્ને જાગૃત પ્રહરી રહ્યા છે
ઉદયભાઈ કાનગડ
પ્રખર ધારાશાસ્ત્રી, જનસંઘ-ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજના દુ:ખદ અવસાન બદલ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, સમાજ સેવામાં સદા અગ્રેસર, તેજસ્વી અને તીક્ષ્ણ બુધ્ધિમતા ધરાવતા પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી ગુમાવ્યાનું ખુબ દુ:ખ થયું છે, ભારતના 21માં લો કમિશનના સભ્ય તરીકે સ્વ. શ્રી ભારદ્વાજે દેશ માટે ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી.
કિરીટ પાઠક
અભયભાઈએ એક લડાયક નેતા હતા. સાથે 1983માં રાજકોટમાં હાઈકોર્ટ બેંચ માટે તેમણે કમરકસી હતી અને 5 માસ સુધી આંદોલન ચાલું હતું. તાજેતરમાં જ સાંસદ તરીકે ચુંટાતા તેઓએ હાઈકોર્ટની બેચ રાજકોટને મળે તે માટેના પ્રશ્ર્નો શરૂ કરવાની વાત પણ કરી હતી અને આ તેમની પ્રતિજ્ઞા હતી.

જુનીયર વકીલોના સુખ-દુ:ખમાં હંમેશા સાથે રહેતા હતા : દિલીપભાઇ પટેલ


અભાયભાઈ મારા પિતા સમાન મોટાભાઈ સમાન હતા મને તેમની સાથે 36 વર્ષ વકીલાત માં થયા તે હંમેશા મારા મારા પરિવાર માં સુખ દુ:ખ માં પરિવાર ના સભ્ય તરીકે ની ફરજ બજાવતા હમેશ મને તેમના પરિવાર ના સભ્ય મને ગણતા તેમના માતા પિતા ભાઈ ભાભી પણ મારી સાથે પરિવાર જેવું ગણતા સતત તેમની સાથે રહી મારા વિકાસ ના મને કોર્પોરેટર,બાર કાઉન્સિલ ના ચેરમેન ,બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માં મને મોકલેલો અમારી ઓફિસ માં લગભગ 200 થી વધુ જુનિયર ને તૈયાર કરનાર ગુજરાત માં માત્ર એક વકીલ હસે ઓફિસ ના અનેક જુનિયર સેશન્સ જજ,ષીલય.સરકારી વકીલો બનાવનાર સિનિયર હતા ઓફિસ ના કોઈ પણ જુનિયર ને તકલીફ માં હોસ્પિટલ,પૈસા ની જરૂરિયાત પૂરી કરતા દરેક જુનિયર તેનું ઘર સારી રીતે ચાલે તે માટે આર્થિક મદદ કરનાર ગુજરાત ના એકમાત્ર સિનિયર હતા કાયદા ના નિષ્ણાત હોવાનું અભિમાન ન હતું જુનિયર વકીલો ને કાયદાકીય મદદ કરનાર એક માત્ર દુનિયા અભય ભારદ્વાજ હતા.

ખીમાભાઈ મકવાણા


ભાજપ અગ્રણી ખીમાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, એક અદના વ્યકિતના આધાર સમાન અને એક સામાન્ય કાર્યકરનો કોઈપણ પ્રશ્ર્ન કે સમસ્યા હોય તેઓ હંમેશા હાજર રહેતા કોઈ હોદાની મોટપ નહોતી આથી એમની સાથે પોતિકાપણુ લાગતું હતું.

અભય ભારદ્વાજની અણધારી વિદાયથી શુભચિંતક અને માર્ગદર્શક ગુમાવ્યા છે – મોહન કુંડારિયા


શહે2ના સાંસદ મોહનભાઈ કુંડા2ીયાએ 2ાજયસભાના સાંસદ, પ્રખ2 ધા2ાશાસ્ત્રી અને ભા2તીય જનતા પાર્ટીના પીઢ નેતા અભયભાઈ ભા2ધ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘે2ા શોકની લાગણી વ્યક્ત ક2તા જણાવેલ કે અભયભાઈ ભા2ધ્વાજની અણધા2ી વિદાયથી આપણે એક શુભચિંતક અને માર્ગદર્શક ગુમાવ્યા છે ત્યા2ે અભયભાઈ ભા2ધ્વાજ સ2ળ અને નિખાલસ સ્વભાવ ધ2ાવવાની સાથોસાથ એક કુશળ ધા2ાશાસ્ત્રી, સમાજ ઉત્કર્ષ્ા માટે સતત ચિંતિત, સંનિષ્ઠ સંઘ કાર્યર્ક્તા અને ભા2તીય જનતા પાર્ટીના મોભી, અનેક કાર્યર્ક્તાઓના માર્ગદર્શક હતા. ત્યા2ે પ2મકૃપાળુ પ2માત્મા અભયભાઈ ભા2ધ્વાજના આત્માને શાંતિ પ્રદાન ક2ે તેવી શોકાંજલી સાંસદ મોહનભાઈ કુંડા2ીયાએ પાઠવી હતી.

કમલેશ જોશીપુરા


પ્રાધ્યાપક કમલેશભાઈ જોશીપુરાએ શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે, અભયભાઈ એક ધારાશાસ્ત્રી હોવા ઉપરાંત શોષિત-નબળા લોકોના આશરા સમાન હતા. કોઈને પણ જશ આપનાર અન્ય લોકોને આગળ કરનાર અને અનેક વ્યકિતઓના માર્ગદર્શક હતા. ઉપરાંત એક સાચુ-ચોખું બોલનાર હતા. એથી એમને ઘણીવાર સહન કરવાનો વખત પણ આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ