ઝવેરચંદ મેઘાણી લિખીત ‘વેવિશાળ’ નવલકથા રશિયન, ચાઈનીઝ ભાષામાં પ્રકાશિત

ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા પ્રગટ કરાઈ

રાજકોટ તા,2
1939માં પ્રગટ થયેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત લોકપ્રિય નવલકથા નવેવિશાળથનું અર્વાચીન ભારતીય સાહિત્યની 10 મહાન કૃતિઓમાં ચયન કરીને ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા રશિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદિત આવૃત્તિ પ્રગટ થઈ છે.
જૂન 2019માં કઝાકિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સમ્મેલનમાં ભારતીય સાહિત્યની 10 મહાન અદ્વિતીય કૃતિઓનો રશિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત કરવામાં આવશે તેવી ઘોષણા ભારતના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી.
30 નવેમ્બર 2020માં એસસીઓની વર્ચુઅલ બેઠકમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ આ કાર્ય પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી.
અર્વાચીન ભારતીય સાહિત્યની 10 ઉત્તમ કૃતિઓમાં ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા નવેવિશાળથ પસંદગી પામી છે તે વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ માટે સવિશેષ ગૌરવની વાત છે.
અમેરિકા સ્થિત ઝવેરચંદ મેઘાણીના પુત્ર અશોક મેઘાણી દ્વારા 2002માં અનુવાદિત અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત અંગ્રેજી આવૃત્તિ નઝવય ઙજ્ઞિળશતયમ ઇંફક્ષમથ પર આ રશિયન (અનુ. કુલદીપ ધીંગરા) – ચાઈનીઝ(અનુ. કશી ઉંશક્ષડ્ઢશી) ભાષાની અનુવાદિત આવૃત્તિઓ આધારિત છે. 2004માં ફ્રાંસમાં વસતાં ગુજરાતી મોઈઝ રસીવાલાએ નવેવિશાળથનો સીધો ગુજરાતીમાંથી ફ્રેંચ ભાષામાં અનુવાદ કરીને ત્યાં પ્રકાશિત કર્યો છે.વેવિશાળથમાં સૌરાષ્ટ્રના બે કુટુંબનાં સંતાનો સુખલાલ અને સુશીલા વચ્ચે તે વખતના જ્ઞાતિ-રિવાજ પ્રમાણે નાનપણમાં ગોઠવાયેલો વિવાહ સંબંધ, સમય જતાં બન્ને કુટુંબો વચ્ચે આર્થિક અસમાનતા ઊભી થતાં ભારે કસોટીએ ચડે છે. વર સુખલાલનો પરિવાર સૌરાષ્ટ્રના નાના ગામમાં વસે, જ્યારે ક્ધયા સુશીલાનો પરિવાર મુંબઈ શહેરમાં. સુશીલાનો શ્રીમંત પરિવાર ક્ધયા – વરની અભિલાષાની પરવા કર્યા વગર સંબંધને તોડી નાખવાની મથામણ કરે છે. સુશીલાને પુત્રી સમાન માનતાં તેનાં પ્રેમાળ ગરવા ભાભુનાં સંનિષ્ઠ પ્રયાસોથી આ વિવાહ તૂટતો અટકે છે.

રિલેટેડ ન્યૂઝ