SMEને રૂ.2/દિવસથી શરૂઆતનાં દરે ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પૂરું પાડવા પ્લમે US4.1 મિલિયન ફાળવ્યા

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, તા.3
કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્રાંતિ લાવવાના એક ધ્યેય પર, ભારતીય એમ્પ્લોયઇન્શ્યોરન્સપ્રોવાઈડર પ્લમે સેક્વોઇઆ કેપિટલ ઇન્ડિયાના સર્જ અને ટેંગલિન વેન્ચર પાર્ટનર્સના નેતૃત્વ હેઠળ US 4.1 મિલિયનનું ફંડ ઉભું કરવાની જાહેરાત કરી છે. ઇન્ક્યુબેટ ફંડ સહિતના હાલના રોકાણકારોએ પણ રાઉન્ડમાં ભાગ લીધો હતો. ફંડનો ઉપયોગ નવા માર્કેટમાં એક્સ્પાંડ કરવા, નવી ડીસ્ટ્રીબ્યુશન ચેનલો બનાવવા, ટોપ ટેલેન્ટ હાયરકરવા અને પ્રોડક્ટ અને ટેકનોલોજીના વિકાસ માટે કરવામાં આવશે, જે પ્લમની બેકબોન છે.
કંપની ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં સ્ટાર્ટઅપ્સ માટેના દ્વિ-વાર્ષિક સ્કેલ-અપ પ્રોગ્રામના ચોથા સમૂહનો ભાગ છે.
માર્ચ 2020 માં શરૂ કરાયેલ, પ્લમ ભારતમાં ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ કેવી રીતે કાર્ય કરે છે તે તમામ કદના વ્યવસાયો માટે એફોર્ડેબલ અને સુલભ બનાવીને કેવી રીતે કાર્ય કરે છે તેનેરીઇન્વેન્ટ કરવા તૈયાર છે. ભારતમાં હાલમાં હેલ્થ ઇન્શ્યોરન્સ માટે સૌથી નીચો પેનીટ્રેશન દર છે, જેમાં ફક્ત 18% શહેરી કર્મચારીઓ છે અને 14% ગ્રામીણ વિસ્તારોમાં કોઈક પ્રકારનો કવરેજ પ્રાપ્ત છે. આરોગ્ય નાં મુદ્દાઓને ફાઈનાન્સ કરવામાં અસમર્થતાને લીધે દર વર્ષે 50 મિલિયન થી વધુ ભારતીયો ગરીબી રેખામાં પ્રવેશે છે.
પ્લમના ઉપયોગમાં સરળ એવાહેલ્થ પ્લેટફોર્મ, ટ્રાન્સપરન્ટ દર સાથે, વધુ બીઝનેસને તેમના કર્મચારીઓ માટેના ઇન્શ્યોરન્સના લાભ મેળવવામાં મદદ કરવાનો છે. પ્લમ વ્યક્તિ દીઠ દર વર્ષે ઓછામાં ઓછા 10 જેટલા ન્યુનત્તમ દરે કવરેજ પ્રદાન કરે છે.

રિલેટેડ ન્યૂઝ