લો-રાઈઝડ બિલ્ડીંગો માટે ઓનલાઈન બાંધકામ મંજૂરીની પ્રક્રિયાનો પ્રારંભ

મુખ્યમંત્રીએ નવી ઓડીપીએસ-2નો પ્રારંભ કરાવ્યો: ઓફલાઈન પરવાનગી સંપૂર્ણ બંધ

મુખ્યમંત્રીએ નવી ઓડીપીએસ-2નો પ્રારંભ કરાવ્યો: ઓફલાઈન પરવાનગી સંપૂર્ણ બંધ
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર તા.3
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ઓન લાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (બાંધકામ પરવાનગી) 2.0નો પ્રારંભ કરાવતા કહ્યું કે આ સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતાથી ગુડ ગવર્નન્સની દિશામાં કાર્યરત છે.
ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ જેવા પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ઓન લાઇન વ્યવસ્થા વિકસાવી કયાંય કોઇને એક રૂપિયો પણ આપવો ન પડે કે કચેરીના ધક્કા ન ખાવા પડે ઘરે બેઠા જ ઓન લાઇન કામ થઇ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ કરી છે.
મુખ્યમંત્રીએ ઓડીપીએસ-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજીયુકત વર્ઝનનો મહાત્મા મંદિર ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. એટલે કે હવે 15 મિનિટ સુધીના લો-રાઈઝ્ડ બિલ્ડીંગ પ્લાન ઓનલાઈન મંજૂર થશે.
મુખ્યમંત્રીએ જાહેર કર્યુ કે સમગ્ર દેશમાં આવી ઓનલાઇન પદ્ધતિએ ફેઇસ લેશ વ્યવસ્થા વિકસાવી ડેવલપમેન્ટ પ્લાન પાસ કરનારૂં ગુજરાત દેશભરમાં પ્રથમ રાજ્ય બન્યું છે. તેમણે જણાવ્યું કે પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનીશલતા અને પ્રગતિશીલતાના ચાર પાયા પર ઇમાનદારીથી આ સરકાર કાર્યરત છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અમારા કોઇ વ્યક્તિગત એજન્ડા કે હિત છે જ નહિ, માત્રને માત્ર વિકાસની રાજનીતિ તેમજ પ્રજાહિતના કામો કરીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, હવે આ નવી ઘઉઙજ-2.0 કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઇ જશે.
આ ઓડીપીએસ પ્રક્રિયાને ભવિષ્યમાં રાજ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ અમલી બનાવવાની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે, જે 1 ટકા લોકો ખોટું કરનારા છે તેમની સામે પગલાં લેવા સરકાર સંકલ્પબદ્ધ છે સાથે જ 99 ટકા લોકોને ખોટી રીતે તકલીફ ન પડે તેવી પણ આપણી પ્રતિબદ્ધતા છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આ નવી વ્યવસ્થા વિકસાવવામાં જીડીસીઆરમાં સુધારા કરી કોમન જીડીસીઆર કર્યો છે. એટલું જ નહિ, એફએસઆઈ, હાઇટ, માર્જિન, પાર્કિંગ, ફાયર સેફટી જેવી 1પ જેટલી વાઇટલ મહત્વની બાબતો પર ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે ર4 કલાકમાં જ રજા ચિઠ્ઠી સાથે પ્લાન પાસ થઇ જાય તે સુનિશ્ચિત કર્યુ છે.
તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિને ખેવના હોય કે તેનું પોતીકું ઘર બને પરંતુ આવા ઘર-મકાનના પ્લાન પાસ કરાવવામાં તેના પગના તળિયા ઘસાઇ જતાં. આપણે એવી સરળ અને પારદર્શી પ્રક્રિયા ઘઉઙજથી શરૂ કરી છે કે પોતાના કોમ્પ્યુટરમાંથી પ્લાન સબમિટ કરે ને ર4 કલાકમાં તો પાકી મંજૂરી મળી જાય જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે.
છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે ટી.પી મંજૂરીની સદી કરીયે છીયે. આ વર્ષે પણ કોરોના સંક્રમણ છતાં ડિસેમ્બર સુધીમાં શતક પાર કરવાની નેમ તેમણે દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આપણે નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ લોકોને ઘરે બેઠા ઓનલાઇન મળે અને કોમન કાયદાઓથી સૌને લાભ મળે કોઇને અન્યાય ન થાય તેવી વ્યવસ્થાઓ ઊભી કરવી છે.
મુખ્યમંત્રીએ આ અવસરે પ્રતિકરૂપે રાજ્યના પાંચ નગર-મહાનગરમાં ઓનલાઇન એપ્રુવલ અને રજા ચિઠ્ઠીનું આર્કીટેકટ-ઇજનેરોને વિતરણ કર્યુ હતું.
મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા અને યોગેશભાઇ પટેલ તેમજ મહાનગરોના મેયર-સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષો આ પ્રારંભ અવસરે જોડાયા હતા.

રાજ્યની મહાપાલિકાના કમિશનરો, નગરપાલિકાઓના ટાઉન પ્લાનીંગ અધિકારીઓ, નગર નિયોજન તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ