ભાજપની ટીમ-પાટીલમાંથી ટીમ રૂપાણીના ‘ખાસ’ આઉટ

(પ્રતિનિધિ દ્વારા)
અ.વાદ તા. 12
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા પ્રદેશ ભાજપમાં વિવિધ હોદ્દેદારોની નિમણુંક થઈ રહી છે. ત્યારે બાકી રહેલા અન્ય પદાધિકારીઓની આજે નિમણુંક કરવામાં આવી છે. મંગળવારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા હોદ્દેદારો, પ્રદેશ પ્રવક્તા અને મીડિયા, આઈટી
સેલ અને સોશિયલ મિડિયાના ક્ધવીનર અને સહક્ધવીનરોની નિમણુંક થઈ છે. પ્રદેશ ટીમમાં 2 ઉપાધ્યક્ષ તરીકે સીએમના નજીકના ગણાતા સૌરાષ્ટ્રના ભરત બોઘરા મહેન્દ્ર પટેલને પણ જવાબદારી સોંપાઈ છે.
પ્રદેશ મંત્રી તારીખે વધુ એક મહિલાને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં જયશ્રી બેન દેસાઈને સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે હવે પ્રદેશની ટીમમાં કુલ 7 મહિલાને સ્થાન મળ્યું છે. એ સિવાય જો વાત કરીએ તો પ્રદેશના મુખ્ય પ્રવક્તા તરીકે બીજેપીના સિનિયર નેતા યમલ વ્યાસને પસંદ કરવામાં આવ્યા છે, જયારે સીએમની નજીકના માનવામાં આવતા ભરત પંડ્યાને પડતા મુકવામાં આવ્યા છે. ક્ધવીનર પ્રશાંત વાળા હતા જે પણ સીએમની નજીકના માનવામાં આવતા હતા તેમને પણ પડતા મૂકી તેમના સ્થાને ડો યજ્ઞેશ દવેને ક્ધવીનર જયારે સહ ક્ધવીનર તરીકે કિશોર મકવાણાને સ્થાન આપવામાં આવ્યું છે, એ પદ પાર્ટીએ વધારાનું ઉભું કર્યું છે.
ટીમ પાટીલ
ડો. ભરત બોઘરા -પ્રદેશ ઉપપ્રમુખ
મહેન્દ્ર એસ પટેલ -પ્રદેશ ઉપપ્રમુખ
જયશ્રી લીલાધરભાઈ દેસાઈ -પ્રદેશ મંત્રી
યમલભાઈ વ્યાસ મુખ્ય પ્રવક્તા-પ્રદેશ ભાજપ
યજ્ઞેશ દવે -પ્રદેશ મિડીયા પ્રભારી
કિશોરભાઈ મકવાણા -પ્રદેશ સહ મીડિયા પ્રભારી
નિખિલ ભાઈ પટેલ-પ્રદેશ ક્ધવીનર, આઈટી
સિદ્દાર્થ પી. પટેલ- પ્રદેશ ક્ધવીનર, સોશિયલ મીડિયા
મનનભાઈ દાણી-પ્રદેશ સહક્ધવીનર, સોશિયલ મીડિયા

રિલેટેડ ન્યૂઝ